Cyclone Tauktae 1

Gujarat Rain update:દરિયાઈ વિસ્તારના માછીમારો માટે ચેતવણી, હજી બે દિવસ વરસાદની આગાહી

Gujarat Rain update: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે

અમદાવાદ, 09 સપ્ટેમ્બરઃ Gujarat Rain update: ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ આવી શકે છે. ખાસ કરીને 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 102 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ 35 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 157 ટકા એટલે કે સરેરાશ 28.68 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 110 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 32 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનના સરેરાશ 27 ઈંચ વરસાદ સાથે 83.92 ટકા વરસાદ થયો છે. જયારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 90.39 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 112 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં તો સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં થયો છે.

આ પણ વાંચોઃ IND vs AFG 2022: ભારતીય ટીમની જીત સાથે એશિયા કપમાંથી વિદાય, કોહલીની સદી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ ઉપરાંત ક્યાયક ભારે વરસાદ પણ આવી શકે છે. 10 થી 12 દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો અને ભારે વરસાદ આવી શકે છે. 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ આવી શકે છે.

હાલમાં બંગાળની ખાડીમાં હવાની હળવું દબાણ સર્જાયેલું છે, જેના કારણે 2 દિવસ બાદ વરસાદી માહોલ બનશે. 11 અને 12 તારીખે ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં દરિયારી વિસ્તાર માટે માછીમારો માટે ચેતવણી પણ જાહેર કરી છે.

આ પણ વાંચોઃ Britain Queen Elizabeth II dies: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન, રોયલ ફેમેલીએ આપી જાણકારી

Gujarati banner 01