Golden tortoise

નેપળમાં મળી આવેલો સોનેરી રંગનો કાચબો(golden Tortoise), જેને લોકો માને છે ભગવાન વિષ્ણુનો અવતાર- વાંચો આ અહેવાલ

ધર્મ ડેસ્ક, 10 મેઃ દુનિયાભરમાં કંઈક અનોખું જોવામાં આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. તેમાં પણ જો તે ધર્મ સાથે જોડાયેલું હોય, તો લોકોની આસ્થા પણ તેની સાથે જોડાઈ જાય છે. તેવી જ એક ઘટના નેપાળમાં બની હતી. નેપાળમાં એક સોનેરી(પીળા) રંગનો કાચબો(golden Tortoise) મળી આવ્યો હતો. સોનેરી કાચબાને પવિત્ર માનીને લોકો દૂર-દૂરથી કાચબાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આ કાચબાને નેપાળના લોકો ભગવાન વિષ્ણુનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, જિનેટિક મ્યૂટેશનની જગ્યાથી આ કાચબાનો રંગ સોનેરી થઈ ગયો છે. તો આજે અમે તમને આ લેખમાં એ કચવા વિશેની જાણકારી જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આ કાચબાને નેપાળના ધનુષા જિલ્લાના ધનુષધામ નગર નિગમ વિસ્તારમાં જોવામાં આવ્યો હતો. આ કાચબાની ઓળખ મિથિલા વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે કરી હતી, તેમાં જણાવવામાં આવ્યું છે કે, એક ભારતીય ફ્લેપ કાચબાના રૂપમાં તેની ઓળખ મળે છે. વન્યજીવ જાણકાર કમલ દેવકોટાનું કહેવું છે કે, આ કાચબાનું(golden Tortoise) નેપાળમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. 

Whatsapp Join Banner Guj

પરંતુ નેપાળના લોકોનું એવું માનવું છે કે, ભગવાન વિષ્ણ કાચબા(golden Tortoise)નો અવતાર લઈને પૃથ્વીને બચાવવાના હેતુ સાથે, તેઓએ સાક્ષાત ધરતી પર જન્મ લીધો છે. દેવકોટાનું કહેવું છે કે, હિંદુ ધર્મની માન્યતા અનુસાર કાચબાનો ઉપરી ભાગને આકાશ અને નીચેની ભાગને પૃથ્વી માનવામાં આવે છે. તો નેપાળમાં લોકો આ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા છે અને તેની પૂજા કરી રહ્યા છે. 

જાણકારોનું કહેવું છે કે, નેપાળમાં સોનેરી રંગનો આ પહેલો કાચબો(golden Tortoise) છે. પરંતુ આખી દુનિયાભરમાં ફક્ત પાંચ જ આવા કાચબા મળી આવ્યા છે. આ એક અસામાન્ય શોધ છે. વન્યજીવ જાણકાર કમલ દેવકોટાનું કહેવું છે કે, જિનેટિક્સથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓની પ્રકૃતિ પર ખરાબ અસર પડે છે અને તેના જ કારણે વન્યજીવોમાં આવા બદલાવ જોવા મળે છે. તેમ છતાં આ જીવ આપણા સૌ માટે ખુબ જ કિંમતી છે. 

ADVT Dental Titanium

અહીં ઘણા જાણકારોનું એમ પણ કહેવું છે કે, જિન્સમાં બદલાવ આવવાના કારણે પણ કાચબાનો રંગ સોનેરી(golden Tortoise) થાય છે. આ ક્રોમેટિક લ્યૂસિજમ કહેવામાં આવે છે. તેના કારણે પશુઓના ચામડાનો રંગ અથવા સફેદ કે મધ્યમ હોય છે. નેપાળમાં જોવા મળેલ આ કાચબો સામાન્ય ન કહી શકાય. કેમ કે આખી દુનિયાની તુલનામાં આ પાંચમો કાચબો જે સોનેરી રંગનો છે. 

આ પણ વાંચો…..

ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ(Driving Licence) દ્વારા આ દેશોમાં પણ ગાડી ચલાવી શકાય છે…! જુરરથી વાંચો આ માહિતી