Shukra enters Mesh rashi

Shukra enters Mesh rashi: હાલ મેષ રાશિમાં ગોચર કરશે શુક્ર, આ રાશિના લોકોની પર્સનલ લાઈફમાં વધી શકે છે મુશ્કેલીઓ

Shukra enters Mesh rashi: વિવાહ માટે શુક્ર તમામ ગ્રહોમાં પ્રમુખ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર હાલ મીન રાશિમાં છે.

ધર્મ ડેસ્ક, 21 મેઃ Shukra enters Mesh rashi: શુક્ર ગ્રહ 23મેના મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કોઈ પણ જાતકના જીવનમાં શુક્રની સ્થિતિ સંપત્તિ અને પ્રેમ સંબંધોને પ્રભાવિત કરે છે. શુક્ર કોઈ પુરુષની કુંડલીમાં પત્નીનો કારક હોય છે. વિવાહ માટે શુક્ર તમામ ગ્રહોમાં પ્રમુખ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર હાલ મીન રાશિમાં છે. જે બાદ તે મેષ રાશિમાં ગોચર કરશે. 

શુક્રના મેષ રાશિમાં ગોચરનો સમય 

શુક્ર ગ્રહ 23 મે 2022ના સાંજે 8 કલાકે 39 મિનિટ પર મેષ રાશિમાં ગોચર કરશે. તે બાદ 18 જૂન 2022ના તે મેષ રાશિથી વૃષભ રાશિમાં ગોચર કરશે. તો આવો જાણીએ શુક્રના મેષ રાશિમાં ગોચરથી તમામ રાશિઓ પર શું અસર પડશે.

મેષ રાશિ : આ દરમ્યાન તમને તમારી મહત્વકાંક્ષાઓ પૂરી કરવાનો અવસર મળશે. આ દરમ્યાન તમે પોતાના પર ધ્યાન આપશો અને પહેરવેશ અને સુંદર દેખાવા માટે પૈસા ખર્ચ કરશો. આ દરમ્યાન તમારું વૈવાહિક જીવન સારુ રહેશે. જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના માટે આ સમય ઘણો સારો સાબિત થશે. 

વૃષભ રાશિ : આ દરમ્યાન તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર આવશે. તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. નોકરિયાત વર્ગના લોકો માટે આ ગોચર સારું સાબિત થશે. જો તમારે પોતાનો બિઝનેશ છે તો આ સમય અનુકુળ પુરવાળ થશે નહીં. આ દરમ્યાન તમારો ખર્ચ વધી શકે છે. 

આ પણ વાંચોઃ Urfi’s reply to Rahul vaidya: મારી પત્નીએ મોકલી નગ્ન તસવીર… ઉર્ફીએ રાહુલ વૈદ્યની ટિપ્પણીનો જવાબ આપ્યો

મિથુન રાશિ : તમારા માટે આ સમય આર્થિક રૂપથી લાભકારી પુરવાર થશે. આ દરમ્યાન વ્યયસાયમાં વૃદ્ધિ થશે અને લાભ મેળવવામાં સફળતા મળશે. અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફળદાયી સાબિત થઈ શકે છે. આ દરમ્યાન તમારા કેટલાક નવા મિત્રો બનશે. આ દરમ્યાન ગર્ભધારણનો સારો સમય પ્રાપ્ત થઈ શકે છે. 

કર્ક રાશી : આ રાશિના લોકો માટે હાલ વ્યાપાર સાથે સંકળાયેલ લોકોએ બાધાનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં કેટલીક વિપરિત્ત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠો સાથે કોઈ વાત પર દલીલ થઈ શકે છે. જેની અસર તમારા કામ પર પડશે. આ દરમ્યાન તમારું સ્વાસ્થ્ય નબળું રહેવાની આશંકા છે. હાલ જીવનસાથી સાથે કોઈ દલીલ કરવી નહીં નહીં તો ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. 

સિંહ રાશિ : હાલ તમને તમારી યોગ્યતા પુરવાર કરવાના અનેક પ્રસંગો મળશે. આ દરમ્યાન નોકરીમાં તમારું પ્રમોશન પણ થઈ શકે છે. ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે. પિતા સાથેના સંબંધ મજબૂત થશે. 

કન્યા રાશિ : તમને કોઈ નવી નોકરી અથવા પ્રમોશન મળી શકે છે. અટકેલા પૈસા પરત મળવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિથી લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. આ દરમ્યાન માતા સાથે કોઈ વસ્તુને લઈને દલીલ થઈ શકે છે. પિતા સાથે પણ સંબંધ સારા રહેશે નહીં. જીવનસાથી અને સાસરી પક્ષના લોકોની સાથે સંબંધોમાં કેટલીક ગેરસમજનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિ : તમે કામમાં ઉર્જાવાન રહેશે. તમારે કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે. આ દરમ્યાન તમારું વ્યક્તિગત જીવન ઘણું સારું રહેવાનું છે. આસ-પાસનું વાતાવરણ સારું રહેશે. આ દરમ્યાન તમને કોઈ જીવનસાથે મળવાની આશા છે. વિવાહીત જાતકો માટે પણ આ સમય અનુકુળ રહેવાનો છે. આ દરમ્યાન તમારી વચ્ચે પ્રેમ અને આપસી સમજમાં વૃદ્ધિ થઈ શકે છએ. 

વૃશ્ચિક રાશિ : તમારે કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. કેટલાક વિરોધીઓના કારણે તમારે પડકારનો સામનો કરવો પડી શકે છે. આ દરમ્યાન યાત્રીઓની યોજના બનવાથી તમને કાંઈ ખાસ ઉપલબ્ધી મલશે નહીં. જો તમે પાર્ટનરશિપ બિઝનેસમાં છો તો આ દરમ્યાન પાર્ટનરની સાથે વાત કરતા સમયે સાવધાન રહો. 

આ પણ વાંચોઃ Posting insulting religious sentiments: વિધર્મી યુવક દ્વારા હિન્દૂ સમાજની લાગણી દુભાતી પોસ્ટ સોસિયલ મીડિયાના સ્ટેટ્સ મુકતા પોલીસ ફરિયાદ થઇ

ધન રાશિ :  આ રાશિના લોકો માટે આ ગોચર અનુકૂળ પુરવાર થશે. આ દરમ્યાન આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. જે લોકોને પોતાનો વ્યવસાય છે તેઓને સલાહ આપવામાં આવે છે કે, નવી વસ્તુમાં રોકાણ કરવાથી બચો. વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારું પુરવાર થશે. પર્સનલ લાઈફ આ દરમ્યાન સારી ન રહેવાની આશંકા છે. 

મકર રાશિ : વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ  તો આ ગોચર તમારા માટે કેટલાક શુભ અવસર લઈને આવશે. આ દરમ્યાન કોઈ નવી પરિયોજનામાં રોકાણ કરવાથી તમને ઘણો ફાયદો મળશે. વૈવાહિક જીવન પણ હાલ સુખદ રહેશે. પરિવારની સાથે સારો સમય વિતાવશો. જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેઓ પોતાના સંબંધોને આગળ લઈને જશે અને લગ્ન બંધનમાં પણ બંધાઈ શકે છે. 

કુંભ રાશિ : શુક્રનું આ ગોચર નોકરિયાત વર્ગ માટે સૌભાગ્ય લઈને આવશે. આ દરમ્યાન તમારા કરિયરનો ગ્રાફ ઉંચાઈ પર હશે. તમારા વ્યવસાયમાં નવી યોજનાઓ અને રણનીતિઓને લાગૂ કરવા માટે આ સમય ઘણો સારો છે. ભાઈ-બહેનોની સાથે સંબંધ સારો વિતશે. તમે તમારી આસ-પાસના લોકોનું દિલ જીતવામાં સફળ થઈ શકો છો. 

મીન રાશિ : આ રાશિના લોકો પોતાના કામમાં થોડી સતર્કતા દાખવે નહીં તો કોઈ ષડયંત્રનો શિકાર થઈ શકો છો. કાર્યસ્થળ પર તમારા વિરોધી છબિ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. જે લોકોને પોતાનો બિઝનેસ છે તેઓએ આ દરમ્યાન નુકશાન ઉઠાવવું પડી શકે છે. હાલ પારિવારિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ લઈ શકે છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

Gujarati banner 01