Downturn in the diamond trade

Downturn in the diamond trade: મંદીના એંધાણ,સુરતમાં 200 હીરા પેઢીઓના પોલીશ કરવા વપરાતા મશીનને સીલ કરી દેવાયા

Downturn in the diamond trade: સુરતમાં હીરાની મંદી વચ્ચે હીરાના કારખાના માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરાની પેઢીઓ સામે કોપીરાઈટનો કેસ કર્યો હોવાથી આ ઘટના હીરા બજારમાં ચર્ચાનો વિષય બની છે. ડાયમંડ એસોસિએશન દ્વારા હવે મંદીના વાતાવરણમાં હીરા પેઢીઓના કામને અસર ન થાય તે માટે મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે..

સુરત, 21 મેઃ Downturn in the diamond trade: સુરતનું હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે આગળ વધી રહ્યું છે અને ટોચ સપાટીએ જઈ રહ્યું છે. કટ એન્ડ પોલિશ્ડમાં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મશીનરી હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનો ઉપયોગ કરે છે. નાની હીરાની કંપનીઓ પણ વિશ્વ સાથે તાલ મિલાવીને કામ ઝડપથી અને સચોટ રીતે કરવા માટે ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ છેલ્લા દોઢ મહિનાથી શહેરના હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે શહેર રો-મટીરીયલ્સની તંગીનો સામનો કરી રહ્યું છે.

વાત કરવામાં આવે તો નાની મોટી સહિત મોટા ભાગની હીરા પેઢીઓ ધીમે ધીમે ડચકાં ખાઈ રહી છે. ત્યારે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપની દ્વરા શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઈટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક બાજુ હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી બાજુ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓને સીલ કરાવી દીધી છે.

આ પણ વાંચોઃ Shukra enters Mesh rashi: હાલ મેષ રાશિમાં ગોચર કરશે શુક્ર, આ રાશિના લોકોની પર્સનલ લાઈફમાં વધી શકે છે મુશ્કેલીઓ

જેને કારણે રોજગારી પર મોટી અસર પડવાની સંભાવના છે. જેથી ડાયમંડ એસોસિએશન દ્વારા હવે તમામ હીરા પેઢીઓ સાથે મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે. જેના માટે આગામી સોમવારના રોજ 200 હીરા પેઢીના આગેવાનો સાથે મીટિંગ કરવામાં આવશે, ત્યાર બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે.

ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ કહ્યું છે કે, હાલ હીરા માર્કેટની પરિસ્થિતી અત્યંત જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાને કારણે કામ બંધ થતાં રોજગારી પર ખુબ મોટી અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે..

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Urfi’s reply to Rahul vaidya: મારી પત્નીએ મોકલી નગ્ન તસવીર… ઉર્ફીએ રાહુલ વૈદ્યની ટિપ્પણીનો જવાબ આપ્યો

Gujarati banner 01