vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?

ધર્મ ડેસ્ક, 24 જૂનઃvat purnima 2021: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે.

આ પણ વાંચોઃ રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડનાં ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું. તેથી આ વ્રતમાં વડનાં ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સુતર બાંધવામાં આવે છે. આવો જાણીએ વ્રત(vat purnima 2021)નું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા…

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

વટ સાવિત્રી વ્રત(vat purnima 2021)નું મહત્વ
ધાર્મિક દંતકથા અનુસાર, સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. તેથી, સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિની દીર્ધાયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: ગુજરાતે કોરોના 138 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત નિપજ્યા

વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન-સાવિત્રીની કથા સાંભળવાનો મહિમા છે. દંતકથા અનુસાર, અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સુઈ ગયો હતો. જયારે સત્યવાન ના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી. સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઇ જોઈને તેના સો પુત્રોના વરદાનની યાદ આવી ગઈ હતી. સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા. વડના ઝાડની નીચે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટ સાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોરોના વેક્સિન(Corona Vaccine) ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારકઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય