8a8aa304 c59f 4b61 aa6e db9284b54c5d

Ramol police: મુતકના નામનું વસીયતનામું બનાવીને 250 કરોડની જમીન પડાવી લેવાનું કાવત્રુ, આ કારણે તપાસ કરાતી નહિ હોવાનો આક્ષેપ- વાંચો શું છે મામલો?

બે મહિના બાદ આખરે શહેર પોલીસ કમિશનર દ્રારા રામોલ પોલીસ(Ramol police)ને તપાસ સોંપી

ગાંધીનગર, 24 જૂનઃ Ramol police: વિધવાના મુત્યુ પામ્યાંના બે વર્ષ બાદ તેમના નામનું વસીયત / વીલ જ નહીં બલ્કે ડેથ સર્ટીફીકેટ તૈયાર કરીને 250 કરોડની જમીન હડપ કરવાના કાવત્રું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરતી અરજી મુતકના પૉત્રએ શહેર પોલીસ કમિશનરમાં કરી હતી. બે મહિના બાદ આ અરજીની તપાસ રામોલ પોલીસ મથકને સોંપવામાં આવી છે. રાજયના આઇ.પી.એસ.નાં ઇશારે આ અરજીની તપાસ કરવામાં નહીં આવતી હોવાની આક્ષેપ કરતી અરજી ભગવાનભાઈએ રાજયના મુખ્યમંત્રી સહિત ગુહ મંત્રી તેમ જ રાજયના પોલીસ (Ramol police)મહાનિર્દેશક સમક્ષ ફરિયાદ કરી છે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતેના ટેકરાવાળા વાસના માજી સરપંચ વાસમાં ભગવાનભાઇ શંકરજી સોંલકી તેમના પરિવાર સાથે રહે છે. તેમણે શહેર પોલીસ કમિશનર ( ઇકોનોમીક ઓફેન્સ વીંગ ( ઈઓડબલ્યુ ) સમક્ષ કરેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે. અમો ફરિયાદી મુતક શીવીબેન શંકરજી બેચરજી સોંલકી ( ઠાકોર )ના પુત્ર ગાભાજી શંકરજી સોંલકી તથા તેમના પત્ની આશાબેન ગાભાજી સોંલકીના પુત્ર છીએ. અને શીવીબેનના પૈત્ર છીએ. અમારા દાદી શીવીબેનનું મુત્યુ તા.2-4-1984ના રોજ થયું હતું. જયારે અમારા પિતા ગાભાજીનુ મુત્યુ 16-1-1989ના રોજ થયું હતું.

મારા દાદી શીવીબેન સોંલકી ( ઠાકોર )ના નામે અમદાવાદ જિલ્લાના વટવા તાલુકાના મોજેગામ વસ્ત્રાલની સીમના સર્વે નં.1128ની 3-85-47 હેકટર. આરે. ચો.મી. ( હાલ ટી.પી. 113, વસ્ત્રાલ, એફ.પી. 88 )વાળી મિલ્કત હતી. અમારા દાદી શીવીબેન શંકરજીનાઓ કાયદેસરના માલિક તથા કબ્જે ભોગવટેદાર હોવાથી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર નોંધ નં. 937 તથા 1967થી પ્રમાણિત થયેલી હતી.

આ પણ વાંચોઃ રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

આ જમીનના કાયદેસરના માલિક મારા દાદી શીવીબેનના મુત્યુના બે વર્ષ બાદ બનાવટી વીલ ઊભું કરવામાં આવ્યું હતું. આ વીલના આધારે વેચાણ દસ્તાવેજ કરીને આ જમીન વેચી દેવામાં આવી હતી. એટલું જ નહીં આ જમીનના સરકારી રેકર્ડમાં જરૂરી નોંધ કરાવીને ફેરફારો કરાવ્યા હતા. આ અંગે અમે કોર્ટમાં દાવો કર્યો હતો.

આ દાવો ચાલુ રણછોડભાઇ બબલદાસ ઉર્ફે બબાભાઇ પટેલ ( રહે. મેઘાણીનગર ), રમેશભાઇ હરીભાઇ પટેલ ( રહે. નિકોલ ) બટુકભાઇ રાણાભાઇ શ્યાણી, ગૈરીબેન ધીરુભાઇ રાણાભાઇ શ્યાણી તથા દિનેશ બટુકભાઇ શ્યાણી ( ત્રણેય રહે. નિકોલ ) ઉપરાંત મગનભાઇ રાણાભાઇ પટેલ ( રહે. બાપુનગર ) , હિતેષભાઇ મગનભાઇ પટેલ, દર્શક મગનભાઇ પટેલ તેમ જ જીવરાજ કચરાભાઇ માણસાવાળા ( ડોકટર ) દ્રારા એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચી બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા.

આ ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને અમારી સર્વે નં. 1128વાળી મિલકત પચાવી પાડવાનો ગુનો કર્યો હોવાથી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ઉપરોક્ત તમામ સામે ગુનો નોંધવા શહેર પોલીસ કમિશનર સમક્ષ અરજી એપ્રિલ 2021માં કરી હતી. આ અરજીના આધારે શહેર પોલીસ કમિશનર દ્રારા નિયુક્ત ઇકોનોમિક ઓફેન્સ વીંગ મારફતે તપાસ કરાવીને કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ કોરોના વેક્સિન(Corona Vaccine) ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારકઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

સમય મર્યાદા વીતી જવા છતાં કોઇ જવાબ નહીં મળતાં ફરિયાદી ભગવાનભાઇ ગાભાજી સોંલકી તરફથી જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ શહેર પોલીસ કમિશનર તથા ઇકોનોમિક ઓફેન્સ વીંગમાં અરજી કરી હતી. પરંતુ તેનો પણ કોઇ પ્રત્યુત્તર નહીં આવતાં ફરિયાદીએ આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુહ મંત્રી તેમ જ રાજયના પોલીસ મહાનિર્દેશક સમક્ષ અરજી કરી છે. જેમાં રાજયના આઇપીએસ અધિકારીના સગાં હોવાના કારણે ફરિયાદ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

આ દરમિયાનમાં શહેર પોલીસ કમિશનર તરફથી તાજેતરમાં જ આ અરજીની તપાસ રામોલ પોલીસ સ્ટેશન(Ramol police)ને સોંપવામાં આવી હોવાનો જવાબ ફરિયાદીને મોકલ્યો છે. જો કે આ અંગે ફરિયાદી ભગવાનજી સોંલકીએ જણાવ્યું કે, શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળ ઇકોનોમિક ઓફેન્સ વીંગ હોવા છતાં રામોલ પોલીસને તપાસ સોંપવામાં આવી છે. જેથી આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર સમક્ષ પણ અરજી કરવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો જરૂર પડયે હાઇકોર્ટના દ્રારા ખખડાવવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?