Caipton amrindersingh

Amarinder singh thanks PM: વડાપ્રધાને કર્યું એટલું બીજું કોઈ કરી શકે નહીં, હવે હું પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીશઃ અમરિંદર સિંહ

Amarinder singh thanks PM: અમરિંદર સિંહે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે હવે કૃષિ કાયદા પાછા ખેંચાઈ જતાં એ પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે

નવી દિલ્હી, 19 નવેમ્બરઃAmarinder singh thanks PM: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે હવે કૃષિ કાયદા પાછા ખેંચાઈ જતાં એ પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની વડાપ્રધાને જાહેરાત કરી તે પછી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે હવે તેને પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવામાં કોઈ જ સમસ્યા નથી.


અગાઉ પંજાબમાં ભાજપ અને અમરિંદર સિંહનું ગઠબંધન થશે એવી અટકળો થતી હતી. એ વખતે અમરિંદર સિંહે કહ્યું હતું કે કૃષિ કાયદા પાછા ખેંચાય જશે તો એ ભાજપ સાથે ગઠબંધન કરશે. કેપ્ટને ખેડૂતોને સલાહ આપતા ઉમેર્યું હતું કે વડાપ્રધાને કર્યું એટલું બીજું કોઈ કરી શકે નહીં,ખેડૂતોએ આંદોલન સમેટીને ઘરે જવું જોઈએ. કેપ્ટને ખેડૂતોને એવી પણ ભલામણ કરી હતી કે વડાપ્રધાને નેશનલ ટીવી ઉપર માફી માગી લીધી છે એટલે તેમને માફ કરી દેવા જોઈએ. વિપક્ષો તો માત્ર વિરોધ કરવા ખાતર કરે છે આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ એવું તેમણે ઉમેર્યું હતું.


ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી પદેથી કોંગ્રેસે અમરિંદર સિંહને હટાવ્યા તે પછી નારાજ અમરિંદર સિંહ ભાજપમાં જોડાશે એવી અટકળો થતી હતી. એ દરમિયાન કેપ્ટન અમરિંદરે નવા પક્ષની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Experts opinion about farm law: કૃષિ કાયદા રદ કર્યા બાદ નિષ્ણાંતોએ કહ્યું- કૃષિ કાયદા રદ થતાં કૃષિ ક્ષેત્રે વિકાસ ૧૦ વર્ષ પાછો ધકેલાયો

Whatsapp Join Banner Guj