Do not drink this drink in a copper vessel

Do not drink this drink in a copper vessel: તાંબાના વાસણમાં ભૂલથી પણ આ 4 વસ્તુઓનું સેવન ના કરતાં

Do not drink this drink in a copper vessel: સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ તાંબાના વાસણમાં પીવાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, 05 ઓક્ટોબરઃDo not drink this drink in a copper vessel: ભારતમાં સદીઓથી તાંબાના વાસણોમાં ભોજન કરવાની અને પાણી પીવાની પરંપરા ચાલતી આવી છે. સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ તાંબાના વાસણમાં પીવાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલા કેટલાક પીણાંનું સેવન તમારા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. હા, આજે અમે તમને તે પીણાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે તાંબાના વાસણમાં રાખીને પીશો તો તે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે

આ પણ વાંચોઃ zuckerberg loses: ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહેવાથી ઝુકરબર્ગને થયુ 52000 કરોડ રૂપિયાનુ નુકસાન

  • તાંબાના વાસણમાં ભૂલથી પણ દૂધ ન પીવું જોઈએ. તાંબાના વાસણમાં રાખેલું દૂધ ઝેરી બની જાય છે. આવી સ્થિતિમાં, જો તમે આ દૂધનું સેવન કરો છો, તો તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે
  • આમ તો, છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો તમે તાંબાના વાસણમાં છાશનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. છાશમાં ઘણા પ્રકારના ગુણધર્મો હોય છે જે તાંબા સાથે મળીને રિએક્ટ કરી શકે છે
  • તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ જેવી કે જ્યુસ, અથાણું વગેરે રાખીને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. આ બધી ખાટી વસ્તુઓ તાંબાના વાસણો સાથે મળીને રિએક્શન કરે છે. તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ ખાવાથી ઉલટી થવા જેવી સમસ્યા થઈ શકે છે
  • આમ તો, લીંબુનું શરબત આરોગ્ય માટે રામબાણ છે. પરંતુ તાંબાના વાસણમાં લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. લીંબુમાં એસિડ હોય છે જે તાંબા સાથે મળીને સ્વાસ્થ્ય પર વિપરીત રિએક્ટ કરી શકે છે. જો તમે તાંબાના ગ્લાસમાં લીંબુનું શરબત પીતા હો, તો તમને ગેસ, પેટમાં દુખાવો, ઉલટી વગેરે થવા લાગશે
Whatsapp Join Banner Guj