Himalaya image 600x337 1

Mount Friendship: સુરતના ત્રણ યુવાનોએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર(17300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

Mount Friendship: સુરતના ત્રણ યુવાનો 1.ગૌરવ રાઠોડ ૨.કશ્યપ આહિર ૩.વોરા મયુર એ અમદાવાદ ની એક ટ્રેકિંગ ઓર્ગેનાઈઝેશન Invincible NGO અંર્તગત પર્વતરોહણ કર્યું

સુરત, 05 ઓક્ટોબરઃ Mount Friendship: સુરતના ત્રણ યુવાનો 1.ગૌરવ રાઠોડ ૨.કશ્યપ આહિર ૩.વોરા મયુર એ અમદાવાદ ની એક ટ્રેકિંગ ઓર્ગેનાઈઝેશન Invincible NGO અંર્તગત તારીખ – ૨૩/૦૯/૨૦૨૧ થી તારીખ – ૦૧/૧૦/૨૦૨૧ સુધી હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલાં ૧૭૩૪૪ ફૂટ ઊંચાઈ ધરાવતા Mount Friendship પર્વત પર માઈનસ ૪° થી ૬° જેટલું તાપમાન અને આરોહણ પહેલાં પણ અત્યંત કઠીન શારિરીક,માનસિક અને ટેકનીકલ તાલીમ લઈ આ પર્વત પર અન્ય ૧૫ પર્વતારોહકોની ટીમ સાથે મળીને આ આરોહણ કર્યું હતું.

આ પણ વાંચો: Chirag Paswan: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિવગંત નેતાના પુત્ર ચિરાગ પાસવાને આખરે નવી પાર્ટીની કરી સ્થાપના

આ પર્વતારોહણ કુલ ૭ દિવસનું હતું જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પેહલાં દિવસે મનાલી (6000 ફૂટ) , ત્યારબાદ બીજા દિવસે ટીમ લેડીલેગ બેઝ કેમ્પ (11800 ફૂટ) , ત્રીજે દિવસે ટીમનાં તમામ લોકો દ્વારા લોડ-ફેરી મારફતે પર્વતારોહણનો બધો જ સામાન એડવાન્સ કેમ્પ સુધી પહોંચાડ્યો હતો. ચોથે દિવસે ટીમે એડવાન્સ કેમ્પ (14300 ફૂટ) સુધી જરૂરી સામાન સાથે ચઢાણ કર્યું. પાંચમા દિવસે સમગ્ર ટીમે પર્વતારોહણ માટેની પૂર્વ તૈયારીઓ કરી.

છેવટે છઠ્ઠા દિવસે રાત્રે ૧ વાગે નીકળી તારીખ ૩૦ સપ્ટેમ્બર- ૨૦૨૧ની વહેલી સવારે ૧૮ લોકોએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર(17300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ત્યારબાદ તારીખ – ૦૧/૧૦/૨૦૨૧ ના રોજ આ અભિયાન પૂર્ણ કરી ટીમ મનાલી પરત ફરી હતી.

Whatsapp Join Banner Guj