zuckerberg loses

zuckerberg loses: ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહેવાથી ઝુકરબર્ગને થયુ 52000 કરોડ રૂપિયાનુ નુકસાન

zuckerberg loses: ફેસબૂકને  સોશિયલ મીડિયા સર્વિસ ઠપ રહેવાના કારણે દર મિનિટે 2.20 લાખ ડોલર એટલે કે 1.6 કરોડ રૂપિયાનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ

બિઝનેસ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ zuckerberg loses: સોમવારની રાતે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપની સર્વિસ ઠપ રહી હતી અને કરોડો લોકો આ સોશિયલ મીડિયા સાઈટસનો ઉપયોગ કરી શક્યા નહોતા.

જોકે તેના કારણે કંપનીને ભારે નુકસાન થયુ છે. ખુદ ફેસબૂકના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગને જે નાણાકીય નુકસાન થયુ છે તેનો આંકડો આંખો ફાટી જાય તેવો છે. એક અંદાજ પ્રમાણે ઝુકરબર્ગને 52000 કરોડ રૂપિયાનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.

એક રિપોર્ટ પ્રમાણે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહેવાના કારણે કંપનીને દર કલાકે 5.45 લાખ ડોલરની જાહેરખબરનો ફટકો પડ્યો હતો. ફેસબૂક રોજ 319 મિલિયન ડોલરની કમાણી કરે છે. એક કલાકની તેની કમાણી 13.3 મિલિયન ડોલર છે. આમ દર મિનિટની કમાણી 2.20 લાખ ડોલર થવા જાય છે.

આ પણ વાંચોઃ New prime minister of japan: સુગા અને તેમની કેબિનેટે રાજીનામું આપ્યું, જાપાનની સંસદે નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદાને ચૂંટી કાઢ્યા

આમ ફેસબૂકને  સોશિયલ મીડિયા સર્વિસ ઠપ રહેવાના કારણે દર મિનિટે 2.20 લાખ ડોલર એટલે કે 1.6 કરોડ રૂપિયાનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ. લગભગ 6 કલાક સુધી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યા હતા. સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સ દ્વારા ફેસબૂકની આવકની ગણતરી કરીને 6 કલાકમાં થયેલા નુકસાનનો આઁકડો રજૂ કરાયો છે.

ઝુકરબર્ગે પણ વ્યક્તિગત રીતે 6 બિલિયન ડોલર ગુમાવ્યા છે. ઝુકરબર્ગ દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં પણ કેટલાક ક્રમ નીચે ઉતરી ગયા છે.

Whatsapp Join Banner Guj