Miraculous Hanuman Temple

5 Miraculous Hanuman Temple: આ છે ભારતના 5 હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર, જ્યાં આજે પણ થાય છે ચમત્કાર

5 Miraculous Hanuman Temple: હનુમાનજીના આ 5 પ્રસિદ્ધ મંદિરમાંથી 2 મંદિર તો ગુજરાતમાં જ છે

ધર્મ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ 5 Miraculous Hanuman Temple: ભારતમાં હનુમાનજીના 5 એવા મંદિર છે જે ખૂબ જ પ્રસિદ્ધ અને ચમત્કારી છે. જ્યાં દર્શન કરવા માત્રથી જ મનુષ્યની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે. આ મંદિરો હિન્દુ સમાજની આસ્થા અને વિશ્વાસનું એ કેન્દ્ર છે જ્યાંથી કોઈ ખાલી હાથ નથી જતું. આવો જાણીએ 5 ચમત્કારી હનુમાન મંદિરો વિશે… 

કષ્ટભંજન હનુમાન મંદિર (સારંગપુર)
ગુજરાતના સારંગપુરમાં હનુમાનજીનું કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે. અહીં કષ્ટભંજન રૂપમાં હનુમાનજીની મુર્તિ સ્થાપિત છે. માન્યતા છે કે સ્વામી ગોપાલાનંદે એક લોખંડના રોડથી મુર્તિને સ્પર્શ કરી હતી. સ્પર્ષ કરતાની સાથે જ મુર્તિમાં જીવ આવતા તે હલવા લાગી હતી. અહીં હનુમાનજીના પગની નીચે સ્ત્રી રૂપમાં શનિદેવના પણ દર્શન થાય છે.  

લગનિયા હનુમાનજી (અમદાવાદ)
અમદાવાદમાં ખુબ જ જાણીતું છે લગનિયા હનુમાનજીનું મંદિર.  પ્રેમી યુગલો અહીં લગ્ન ગ્રંથીમાં જોડાય છે. હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે. 

આ પણ વાંચોઃ UP Police Exam Cancelled: ઉ.પ્ર પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ, યોગી સરકારે છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો પણ આદેશ કર્યો

બડે હનુમાન (અલ્હાબાદ)
સંગમબાંધની નીચે ભગવાન હનુમાનનું મંદિર આવેલું છે. અહીં દેશના એક માત્ર સુતેલા હનુમાન આવેલા છે. વરસાદની ઋતુમાં ગંગાનું પાણી કિનારાથી આગળ વધીને મંદિર સુધી પહોંચી જાય  છે પરંતું હનુમાનના ચરણોને સ્પર્શ કર્યા બાદ પુરનું પાણી આગળ નથી જતું. 

હનુમાન ગઢી (અયોધ્યા)
હનુમાનગઢીનું મંદિર અયોધ્યામાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. સરયૂ નદીના તટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા ફક્ત 6 ઈંચની છે. માતા અંજની અને બાળ હનુમાનની મૂર્તિના દર્શન થાય છે.

સાલાસર બાલાજી (રાજસ્થાન)
રાજસ્થાનના સાલાસરમાં હનુમાનજીનું આ મંદિર આવેલું છે. અહીં દાઢી અને મુછ સાથે શુશોભીત છે હનુમાનજીની પ્રતિમા. આ મંદિરમાં હનુમાનજીની આ મુર્તિ સ્વયંભૂ છે. માન્યતા છે કે એક ખેડૂતને જમીન ખેડતા વખતે આ મુર્તિ મળી હતી.  

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો