Yogi

UP Police Exam Cancelled: ઉ.પ્ર પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ, યોગી સરકારે છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો પણ આદેશ કર્યો

UP Police Exam Cancelled: યોગી સરકારે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી રદ કરી દીધી છે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ UP Police Exam Cancelled: ગુજરાતમાં તો અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી રહે છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળે છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને યોગી સરકારે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી રદ કરી દીધી છે. પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારોએ પરીક્ષા રદ કરવા માગ કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘X’ પોસ્ટ કરીને લખ્યું ‘યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી 06 મહિનામાં ફરી પરીક્ષા લેવાના આદેશો આપવામાં આવશે.’ યુપી પોલીસ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર કુલ 60244 જગ્યાઓ ભરવા માટે 17 અને 18મી ફેબ્રુઆરી 2024માં આયોજન કરવામાં આવ્યું હતું. 48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ 3 New Laws: અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા, નવા ફોજદારી કાયદા 1 જુલાઇથી લાગુ- વાંચો વિગત

ઉમેદવારોનું કહેવું છે, 18મી ફેબ્રુઆરીની સાંજે 3થી 5 શિફ્ટમાં લવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હતું, પ્રશ્નપત્રો તમામ ઉમેદવારો અને કોચિંગ શિક્ષકો સુધી પહોંચી ગયા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો