causes of hearing loss edited

આ મહિલા છે અનોખી બીમારી(hearing loss)ની શિકારઃ જેના કારણે નથી સંભળાતો પુરુષોનો અવાજ

hearing loss

જાણવા જેવુ, 31 માર્ચઃ મહિલાઓ વાતો કરવામાં માહિર હોય છે આ વાત જગ જાહેર છે, તે સાથે જ એ પણ સૌ કોઇ જાણે છે કે તે મહિલાના કાન પણ તે જ હોય છે. પરંતુ કોિઇને સાંભળવામાં તકલીફ હોય તો… સાંભળવામાં તકલીફ હોવી જેને આપણે બેહરાપણુ કહીએ છીએ, જે એક સામાન્ય બીમારી છે પરંતુ ફક્ત પુરુષોનો અવાજ જ ના સંભળાય એ હેરાન કરનારી વાત છે. મોટાભાગે આ બીમારી એવા દેશોમાં જોવા મળે છે જ્યાં કામનું ટેન્શન વધારે હોય છે. હિયરિંગ લોસ(hearing loss) જેવી અજીબોગરીબ બીમારીની ઘટના ત્યારે સામે આવી જ્યારે ચીનમાં રહેનારી ચેન નામની મહિલાને સંભળાતું બંધ થઇ ગયું. તેને અવાજ તો સંભળાતો હતો પણ ફક્ત પુરુષોનો અવાજ તેના કાન સુધી પહોંચતો ન હતો.

ADVT Dental Titanium

આવી વિશે મહિલાનું કહેવું હતું કે, જ્યારે તે રાત્રે સુવા માટે ગઇ ત્યારે તેના કાનમાં અચાનક ઘંટડી વાગી હોય તેવો અવાજ સંભળાવવા લાગ્યો. ત્યાર બાદ તેને ઉલ્ટી થવા લાગી. તેને હિયરિંગ લોસ(hearing loss)ની સમસ્યા થઇ ગઇ. ડોક્ટરે મહિલાને કહ્યું કે, તેમને લો-ફ્રીક્વેન્સીનો અવાજ સંભળાશે નહીં.

Whatsapp Join Banner Guj

ડોક્ટરો અનુસાર, આ એક બહેરાપણુ છે જે આંશિક રીતે થાય છે. જો કે પુરુષોના અવાજ લો-ફ્રીક્વેંસી હોય છે જ્યારે મહિલાઓના અવાજમાં હાઇ-ફ્રીક્વેંસી હોય છે. આ જ કારણ છે કે આ મહિલા પુરુષોનો અવાજ સાંભળી શક્તી નથી.

આ પણ વાંચો….

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન રહી હવેથી રાજ્યની લધુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા(TAT Exam) અનિવાર્ય: શિક્ષણમંત્રી