dating app like tinder edited

tinder dating app: ઓનલાઇન જીવન સાથી પસંદગી કરનારા માટે આવ્યું નવું ફિચર, જેમાં કોઈ પણ યુઝર્સનું બૈકગ્રાઉન્ડ જાણી શકશો

tinder dating app

ટેક ડેસ્ક, 17 માર્ચઃ આજના સમયમાં ઘણા લોકો પોતાના માટે ઓનલાઇન જીવનસાથી પસંદ કરે છે. જેના માટે તેઓ ડેટિંગ એપ પણ યુઝ કરે છે. તો તેવા લોકો માટે સારા સમાચાર છે. ડેટિંગ એપ્સ(tinder dating app)ની મદદથી પોતાના જીવનસાથીની પસંદગી કરતા હોય છે. આ એપ્સમાં આવેલી પ્રોફાઈલ ખૂબ આકર્ષક દેખાતી હોય છે. આ જ કારણ છે કે, કેટલીય વાર યુઝર્સનું બૈકગ્રાઉન્ડ ખબર નથી પડતી. આ સમસ્યાને ધ્યાને રાખતાં Tinder એ એક શાનદાર તોડ શોધી કાઢ્યો છે.

ADVT Dental Titanium

ટેક સાઈટના જણાવ્યા અનુસાર Tinder(tinder dating app) માં નવું બૈકગ્રાઉન્ડ ચેક ફિચર આવવાનું છે. Tinder ચલાવતી કંપની Match Group ના Garbo નામની એક બિન લાભકારી સંસ્થા સાથે કરાર કર્યો છે. ત્યારે હવે આપ બિન્દાસ થઈને ડેટીંગ માટે જઈ શકશો. Garbo લોકોને ગુનાહિત રેકોર્ડ પર નજર રાખે છે. કુલ મળીને હવે આપ Tinder માં કોઈ પણ યુઝર્સનું બૈકગ્રાઉન્ડ ચેક કરીને તે અંતર્ગત ગુનાહિત રેકોર્ડ અને હિંસા મામલાની જાણકાર લઈ શકશો. સાથે જ યુઝર્સ પોલીસ અને ન્યાયિક રેકોર્ડની પણ જાણકારી અહીંથી મળી રહેશે. કંપનીનું કહેવુ છે કે, Tinder યુઝર્સની પ્રાઈવેસીનું ધ્યાન રાખતા તેમને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ડ્રાગ સાથે જોડાયેલા મામલાની જાણકારી તેમાં મળશે નહીં.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, Tinder ના આ નવા ફીચરની શરૂઆત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી થશે,. ત્યાર બાદ અન્ય દેશોમાં તેને લાગૂ કરવાની યોજના છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, હવે જો કોઈ Tinder માં કોઈ પણ યુઝર્સનું બૈકગ્રાઉન્ડ ચેક કરવા માગે છે, તો તેને આ સેવા માટે ફી ચુકવવાની રહેશે. આ ફિચર્સ યુઝર્સ માટે મફતમાં હોતી નથી.

આ પણ વાંચો…..

કોરોનાના કેસો વધતાં સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણયઃ ક્લાસિસ(Tuition class) માત્ર ઓનલાઇન જ ચાલશે