190408101743

કોરોનાના કેસો વધતાં સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણયઃ ક્લાસિસ(Tuition class) માત્ર ઓનલાઇન જ ચાલશે

Tuition class

અમદાવાદ, 17 માર્ચઃ ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી. લગભગ 10 મહિના સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યા બાદ શૈક્ષણિક સંસ્થાનોને તબક્કાવાર ખોલવામાં આવ્યું હતું. પરંતુ શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ગુજરાતમાં કોરોના કેસમાં થઇ રહેલા વધારાને લઇને વિવિધ પ્રતિબંધો લાગી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત મહા નગરપાલિકાએ કરેલા નિર્ણય પ્રમાણે હવે શહેરમાં ટ્યુશન ક્લાસિસ(Tuition class) માત્ર ઓનલાઇન જ ચાલશે. ઓફલાઇન ટ્યુશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

સુરત મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ બહાર પડેલા આ જાહેરનામામાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે. જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

BIG NEWS: કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, તમામ પાર્ક અને ગાર્ડનને આવતીકાલથી વાગશે તાળા- અગામી આદેશ સુધી રહેશે બંધ