LICs IPO broke many old records

Claim process for unclaimed amount deposited in LIC: LIC માં જમા અનક્લેમ અમાઉન્ટ જાણવા અને ક્લેમ કરવું થયું સરળ, અહીં જાણો સમગ્ર પ્રોસેસ

Claim process for unclaimed amount deposited in LIC: જો તમે પણ એલઆઈસીના ગ્રાહક છો અને તમારા પેન્ડિંગ ક્લેમ અથવા રકમની તપાસ કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

Claim process for unclaimed amount deposited in LIC: જો તમે પણ એલઆઈસી ના ગ્રાહક છો અને તમારા પેન્ડિંગ ક્લેમ અથવા રકમની તપાસ કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અહીં અમે તમને એવી સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પેન્ડિંગ ક્લેમ અથવા રકમ સરળતાથી ચેક કરી શકો છો. એવા ઘણા ગ્રાહકો છે જેમણે ભારતીય જીવન વીમા નિગમની પોલિસી લીધી છે પરંતુ કેટલાક કારણોસર તેઓ સમયસર તેનો ક્લેમ કરી શકતા નથી.

જાણો LIC પર તમારી અનક્લેમ અમાઉન્ટ

  • નોંધનીય છે કે એલઆઈસી તેના ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડે છે કે તેઓ એલઆઈસીની વેબસાઈટ પર જઈને પેન્ડિંગ ક્લેમ અથવા પેન્ડિંગ બેલેન્સ રકમની વિગતો સરળતાથી ચકાસી શકે છે.
  • તેના માટે તમારે સૌથી પહેલા  LICની ઓફિશિયલ વેબસાઇટ licindia.in પર જવું પડશે.
  • હવે એલઆઈસીની વેબસાઈટ પર જો તમારે પોલિસી નંબર, પોલિસીધારકનું નામ, જન્મ તારીખ અને પાન કાર્ડ નંબરની માહિતી ચોક્કસ સ્થળોએ ભરવાની હોય છે.
  • તેના પછી તમને તમારા બાકી દાવા અને બાકી રકમની તપાસ કરવાની સુવિધા મળી જશે.

આવી રીતે જાણો બાકીની રકમ

1. તેના માટે તમે સૌથી પહેલા LIC ની વેબસાઈટના હોમ પેજ પર જાવ

2. હવે પેજના સૌથી નીચેવાળા ભાગમાં લિંકને શોધો

3. જો તે શોધવામાં તમને મુશ્કેલી આવી રહી છે તો

https://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDue… પર ક્લિક કરો

હવે અહીં તમારી ડિટેલ ભરીને ચેક કરી લો

એલઆઈસીમાં કરો સંપર્ક

જો તમે અહીં આપેલી પદ્ધતિઓ દ્વારા તમારી રકમ ચેક કરી શકતા નથી, તો LIC ઓફિસનો સંપર્ક કરો. ત્યાં તમારે તમારી પેન્ડિંગ રકમ માટે અરજી આપવી પડશે. તેના પછી LI તરફથી KYC વગેરે પૂર્ણ કર્યા પછી અનક્લેમ રકમની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે એલઆઈસી કેવાયસી વિના બાકી રકમ જારી નથી કરતી.

આ પણ વાંચો:H A collage shri Ram issue: અમદાવાદની એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓએ જયશ્રી રામના નારા લગાવ્યા, પ્રિન્સિપાલે માફીપત્ર લખાવતા વિવાદ

Gujarati banner 01