Sarvarthasiddhi Yog: આજે સોમવતી અમાસ, વટસાવિત્રીનું વ્રત અને શનિ જયંતિનો શુભ સંયોગ- વાંચો વિગત

Sarvarthasiddhi Yog: 27 વર્ષ પછી શનિ જયંતીએ શનિદેવ કુંભ રાશિમાં રહેશે, વાંચો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તેનુ મહત્વ

જ્યોતિષ ડેસ્ક, 30 મેઃ Sarvarthasiddhi Yog: આજે 30 મેના રોજ વૈશાખ મહિનાની અમાસ છે, આ તિથિએ શનિ પ્રકટ ઉત્સવ ઊજવવામાં આવે છે. શનિ ગ્રહ આ સમયે કુંભ રાશિમાં છે. આ શનિના સ્વામિત્વ ધરાવતી રાશિ છે. 2022 પહેલાં કુંભ રાશિમાં શનિ અને સોમવારના યોગમાં શનિ જયંતી 1995માં ઊજવવામાં આવી હતી. તે વર્ષે શનિ જન્મોત્સવ 29 મે 1995ના રોજ ઊજવવામાં આવ્યો હતો.

જ્યોતિષાચાર્ય પ્રમાણે કુંભ રાશિમાં શનિ બળવાન રહે છે. શનિ સૂર્યના પુત્ર છે. સૂર્યની પત્ની છાયાના પુત્ર હોવાના કારણે તેમનો રંગ કાળો છે અને શનિદેવ હંમેશાં વાદળી રંગના વસ્ત્ર ધારણ કરે છે. મનુ, યમરાજ તેમના ભાઈ અને યમુનાજી તેમની બહેન છે.

ચાર શુભ યોગ
આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. સર્વાર્થસિદ્ધિ યોગમાં આ પર્વની શરૂઆત થશે. સાથે જ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોના સંયોગથી સુકર્મા, વર્ધમાન અને બુધાદિત્ય યોગ બનશે. ત્યાં જ, સોમવાર હોવાથી સોમવતી અમાસનો સંયોગ પણ રહેશે. જેથી આ દિવસે કરવામાં આવતા વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠનું શુભફળ વધી જશે. આ દિવસે વડના ઝાડ સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે.

વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ

  • સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ. ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરીને સાવિત્રી અને વડના ઝાડની પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
  • વડના ઝાડની નીચે પૂજા શરૂ કરો. જેમાં માટીનું શિવલિંગ બનાવો. પૂજાની સોપારીને ગૌરી અને ગણેશ માનીને પૂજા કરો. સાથે જ સાવિત્રીની પૂજા પણ કરો.
  • છેલ્લે વડના ઝાડમાં 1 લોટો જળ ચઢાવો. શ્રદ્ધા પ્રમાણે ઝાડની 11, 21 કે 108 વખત પરિક્રમા કરીને વડ ઉપર કાચો સૂત્તરનો દોરો લપેટવો.

આ વ્રતને રાખવાથી પતિ ઉપર આવેલાં સંકટ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. એવું જ નહીં જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો તે પણ આ વ્રતના પ્રતાપથી દૂર થઈ જાય છે. પરણિતાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને આ દિવસે વડના ઝાડની પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથાને સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસે પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લઇને આવી હતી.

આ પણ વાંચોઃ Damage to mango and tomato crops: ખેડૂતોની દશા માઠી, કેરી અને ટામેટાના પાકને ભારે નુકસાન થયું !

શનિની સાડાસાતી અને ઢૈયા

  • શનિ સૂર્ય સાથે હંમેશાં દુશ્મનીનો ભાવ રાખે છે. બુધ, શુક્ર શનિના મિત્ર છે. ગુરુ સમ છે અને ચંદ્ર-મંગળ પણ દુશ્મન છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો રહે છે અને મેષ રાશિમાં નીચનો હોય છે.
  • મકર-કુંભ રાશિનો આ સ્વામી છે. શનિ જે રાશિમાં રહે છે, તે રાશિ ઉપર, તેની આગળ અને પાછળની રાશિ ઉપર શનિની સાડાસાતી રહે છે.
  • શનિ હાલ કુંભ રાશિમાં છે એટલે કુંભથી પાછળ મકર અને કુંભથી આગળ મીન રાશિમાં સાડાસાતી ચાલી રહી છે.
  • શનિ જે રાશિમાં છે, ત્યાંથી છઠ્ઠી અને દસમી રાશિમાં શનિની ઢૈયા રહે છે. આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે.

શનિની પ્રસન્નતા માટે દાન ચોક્કસ કરો

  • શનિની પ્રસન્નતા માટે ગરીબોને અનાજ, કપડા, બૂટ-ચપ્પલ, તેલ, અડદ, કાળા તલ, લોખંડના વાસણ, કાળી ગાય, કાળા ફૂલ, નીલમનું દાન કરવું જોઈએ.
  • શનિ જયંતીએ સંકલ્પ લો કે આપણાં કારણે ક્યારેય કોઈને દુઃખ થાય નહીં.
  • આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરો. જે લોકો માતા-પિતાની સેવા કરે છે, તેમને શનિની કૃપા મળે છે.

આ પણ વાંચોઃ PGVCL Junior Assistant Exam Paper Leaked: રાજ્યમાં વધુ એક પેપરલીક, PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા- વાંચો શું છે મામલો?

Gujarati banner 01