job vacancy: ઈન્ડિયન પોસ્ટ સર્વિસે GDSની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી, આ તારીખ સુધી અરજી કરી શકાશે

કામની વાત, 01 જૂનઃjob vacancy ઈન્ડિયન પોસ્ટ સર્વિસે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલમાં GDS (ગ્રામીણ ડાક સેવક)ના પદોની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ હવે 10 જૂન સુધી appost.inનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 2428 પદો પર ભરતી કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

job vacancy પદોની સંખ્યા: 2428

પદસંખ્યા
UR1105
EWS246
OBC565
PWD-A10
PWD-B23
PWD-C29
PWD-DE15
SC191
ST244

અભ્યાસ લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરેલો હોય) સાથે 10મુ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે.

વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાથી સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવું.

સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયાથી લઈને 14,500 રૂપિયા સુધીની સેલરી મળશે.

ADVT Dental Titanium

મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ – 27 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ – 10 જૂન

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26 મે સુધી https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline પર જઇ ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિલ સાઇટ પરથી માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો….

Ahmedabad civil: ૫૫ દિવસમાં 852 મ્યુકરમાઇકોસીસના કેસ નોંધાયા: 456 થી વધુ દર્દીઓની સર્જરી હાથ ધરાઇ, વાંચો આ બીમારી વિશે વિગતે