school 1605808499 edited e1647265814271

Big news: CBSE Class 12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 01 જૂનઃ CBSE ધોરણ 12 (CBSE Class 12) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ધોરણ-12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસની સ્થિતિમાં હતા. હવે દેશના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આવા માહોલમાં બાળકોને તણાવ આપવો યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યુ કે, બાળકોના જીવને જોખમમાં મુકી શકીએ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો તથા વ્યાપક ચર્ચા-વિચારણા બાદ સામે આવેલા તમામ વિકલ્પો વિશે જણાવવામાં આવ્યું હતું. 

CBSE Class 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો તથા વ્યાપક ચર્ચા-વિચારણા બાદ સામે આવેલા તમામ વિકલ્પો વિશે જણાવવામાં આવ્યું હતું. 

CBSE Class 12

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે- ધોરણ-12ની પરીક્ષાને લઈને  વાલીઓ ખુબ ચિંતિત છે. તે ઈચ્છે છે કે વેક્સિનેશન વગર પરીક્ષાનું આયોજન ન થવું જોઈએ. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે ધોરણ-12ની પરીક્ષા ન યોજાવી જોઈએ. વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મંસના આધાર પર તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. 

આ પણ વાંચો….

job vacancy: ઈન્ડિયન પોસ્ટ સર્વિસે GDSની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી, આ તારીખ સુધી અરજી કરી શકાશે