swaminarayan collage MoU

MoU by Swaminarayan University: સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર સાથે MoU

MoU by Swaminarayan University: એમ ઓ યુ દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટી ના વિદ્યાર્થી ઓ ને વૈશ્વિક સ્તરની તકો, સંશોધન અને વિકાસ પ્રદાન કરવાની ખાસ તક મળી રહેશે .

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર: MoU by Swaminarayan University: શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ,કલોલ ,ગાંધીનગર દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (ગુજરાત સરકાર ) સાથે એમ ઓ યુ કરવામાં આવ્યું .

ગુજરાત સરકારે બાયોટેકનોલોજીના મહત્વ અને તેની સંભવિતતાને તેમજ બાયોટેકનોલોજી ક્ષેત્રને વિકસાવવા અને રાજ્યમાં વૈશ્વિક સ્તરની તકો, સંશોધન અને વિકાસ પ્રદાન કરવાના વિઝન સાથે, સરકારે વર્ષ ૨૦૦૪ માં, બાયોટેકનોલોજીને સમર્પિત રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) ની સ્થાપના કરી.

Project Samudrayaan: ચંદ્રયાન-3 પછી હવે સમુદ્રયાનનો વારો, વાંચો સંપૂર્ણ અહેવાલ…

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) નામની સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરીને બાયોટેકનોલોજી આધારિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનું નિર્માણ કરવાની દ્રષ્ટિ સાથે આવનાર સમય માં બાયો-બેન્કિંગ, બાયોપ્રોસ્પેક્ટીંગ, જીનોમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે વિશેષ કરાર કરવામાં આવ્યા .આ એમ ઓ યુ દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટી ના વિદ્યાર્થી ઓ ને વૈશ્વિક સ્તરની તકો, સંશોધન અને વિકાસ પ્રદાન કરવાની ખાસ તક મળી રહેશે .

આ પ્રસંગે (MoU by Swaminarayan University) પ્રો.ચૈતન્ય જી. જોષી,ડાયરેક્ટર (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર), ડો.નિરજકુમાર સિંઘ(વૈજ્ઞાનિક ડી અને જોઈન્ટ ડાયરેક્ટર- ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર), પ્રો(ડો.)એમ .એસ રાવ (પ્રો.વોસ્ટ- સ્વામિનારાયણ યુનિવર્સિટી ),ડો.અજીત ગંગ્વાને (રજીસ્ટ્રાર – સ્વામિનારાયણ યુનિવર્સિટી),ડો.વિજયકુમાર ગઢવી (ડીન ઈજનેરી – સ્વામિનારાયણ યુનિવર્સિટી) દ્વારા વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો