Dengue cases in Ahmedabad

Dengue cases in Ahmedabad: અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર; છેલ્લા 10 દિવસમાં નોંધાયા આટલા કેસ…

Dengue cases in Ahmedabad: છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Dengue cases in Ahmedabad: અમદાવાદમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય રોગોમાં વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ 805 કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવા પામ્યા છે.

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, કમળા, કોલેરાનાં કેસ નોંધાયા

ચાલુ માસ દરમિયાન રોગચાળાનાં આંકડા પર નજર કરીએ તો 10 દિવસમાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુનાં 218 કેસ, મેલેરિયાનાં 31, ચિકનગુનિયાનાં 2 કેસ. ઝાડાઉલ્ટીનાં 155 કેસ, ટાઈફોઈડનાં 140, કમળાનાં 61, કોલેરાનાં 3 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલ્ટીનાં 784, કમળાનાં 207, ટાઈફોઈડનાં 691 અને કોલેરાનાં 26 કેસ નોંધાવવા પામ્યા છે.

આ બાબતે મેડિકલ હેલ્થ ઓફિસર ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રિલમાં ચાર હજાર જેટલા પાણીનાં સેમ્પલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં જૂન મહિનામાં 125 સેમ્પલ, જુલાઈ મહિનામાં 118 સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો… MoU by Swaminarayan University: સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર સાથે MoU

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો