school 1605808499 edited e1647265814271

Big News: આખરે ગુજરાત સરકારે રદ કરી ધો-12(12th Board exam)ની બોર્ડની પરીક્ષા, વાંચો વધુમાં શું કહ્યું રાજ્ય શિક્ષણ મંત્રએ

ગાંધીનગર, 02 જૂનઃ12th Board exam: ગુજરાતમાં ધોરણ 12 ની પરીક્ષા રદ કરવી કે નહિ તે અંગે આખરે સરકારે નિર્ણય લઈ લીધો છે. ગુજરાત સરકારે 1 જુલાઈથી લેવાનારી ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આજે યોજાયેલા કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષની CBSE ધોરણ-12ની પરીક્ષા(12th Board exam) રદ્દ કરી હતી. 

Whatsapp Join Banner Guj

કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા(12th Board exam) રદ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, ગુરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. 7 જુન થી ઓનલાઇન શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

ADVT Dental Titanium

કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા (12th Board exam)રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી ઉઠી હતી. 

આ પણ વાંચો…..

અભિનેત્રી(Urvashi Rautela)એ પગમાં ઘૂંઘરું બાંધીને કર્યો કથક ડાન્સ, જુઓ વીડિયો