amdavad bday 1

Amdavad city: આજે અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ

અમદાવાદ : ઝીંદાબાદ !(Amdavad city)

Amdavad city: 26 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર આ શહેરની સ્થાપના બાદશાહ અહમદશાહે કરી હતી અને અહમદશાહના નામ પરથી અમદાવાદ નામ રાખવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પહેલા આશાવલ અને કર્ણાવતીના નામે ઓળખાતું હતું. આજે પણ અનેક વિસ્તારોમાં જેમાં જુના અમદાવાદની ઝલક જોવા મળે છે.

Amdavad city: nilesh dholakia

કાપડમાં તેમની સફળતાઓએ 19મી સદીના અમદાવાદ મહાજનોને ઉત્તમ સંસ્થા-બિલ્ડરોમાં ફેરવ્યા; તેઓએ 20મી સદીના મધ્યમાં PRL, IIM, NID, ATIRA અને CEPT જેવી સંસ્થાઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સંસ્થાઓની ઇમારતોએ 1950 ના દાયકામાં લુઇસ કાહ્ન અને લે કોર્બ્યુઝિયર જેવા વિશ્વ આર્કિટેક્ચરના આધુનિક માસ્ટર્સને શહેરમાં આકર્ષ્યા હતા. ફાર્માસ્યુટિકલ્સ, કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ આજે અમદાવાદના મુખ્ય ઉદ્યોગો છે. આ શહેર ભારતના તમામ સ્ટોક એક્સચેન્જમાં કુલ રોકાણના 25% થી ય વધુ યોગદાન આપે છે.

Amdavad city: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના 1950 માં કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના મહાન સાથી અને આધુનિક ભારતના શિલ્પી સરદાર પટેલ એક સમયે અમદાવાદના મેયર હતા. ભારતીય શહેરી નિવાસીઓ માટે સ્વર્ગ તરીકે ભારતીય શહેરોની સરદારની દ્રષ્ટિ એ લોડેસ્ટાર છે જે આ મહાન શહેરની હિલચાલને તેના ભવિષ્ય તરફ દિશામાન કરે છે. અમદાવાદ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો આનંદ માણે છે, તે ગુજરાતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે અને વિવિધ વંશીય અને ધાર્મિક સમુદાયોની વિવિધ પરંપરાઓ ધરાવે છે.

મહાત્મા ગાંધીએ સ્થાપેલા બે આશ્રમો અમદાવાદ શહેરમાં (Amdavad city) આવેલા છે, કોચરબ આશ્રમ અને સત્યાગ્રહ આશ્રમ. આ શહેરમાં અનેક મહત્વપૂર્ણ ચળવળો થઈ. અમદાવાદ શહેર (Amdavad city) ઉપલબ્ધ વિવિધ પ્રકારના ખોરાક માટે ખૂબ પ્રખ્યાત છે. આ શહેરમાં દારૂ પર પ્રતિબંધ છે. અમદાવાદના લોકો દ્વારા અનેક તહેવારો ઉજવવામાં આવે છે. આ શહેરમાં ઉજવવામાં આવતો સૌથી પ્રખ્યાત તહેવાર નવરાત્રી છે.

આ તહેવાર દરમિયાન, આખા શહેરને સુંદર અને ચમકતી રોશનીથી શણગારવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન, સમગ્ર શહેરમાં ગરબા રમાય છે, જે રાજ્યના પ્રખ્યાત નૃત્ય સ્વરૂપ તરીકે ઓળખાય છે. કોઈપણ તહેવાર દરમિયાન શહેરનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરેલું હોય છે. તેથી, તહેવારો દરમિયાન અમદાવાદની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

આ પણ વાંચો:- Norovirus: અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ખતરનાક નોરોવાઇરસ, જાણો તેના લક્ષણો વિશે

સમગ્ર ભારતમાં સૌથી વધુ વિકસિત શહેરોની યાદીમાં અમદાવાદનો (Amdavad city) સમાવેશ થાય છે. આ શહેર કર્ણાવતી તરીકે ઓળખાતું હતું. તેને અમદાવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુજરાત રાજ્યનું સૌથી મોટું નગર છે. અમદાવાદને મહાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર શાંતિ અને લાવણ્યથી ભરેલું છે. આ શહેર ભારતમાં કપાસના ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા નંબરનું સૌથી મોટું શહેર તરીકે પણ જાણીતું છે. યુનેસ્કોએ પણ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સ્વીકાર્યું છે. આ શહેર અનેક સુંદર સ્મારકો, સંગ્રહાલયો, ઉદ્યાનો, બગીચાઓ, મંદિરો વગેરેની હાજરી માટે વ્યાપકપણે પ્રસિદ્ધ છે.

ઉપરાંત, અમદાવાદનું ભોજન આ શહેરમાં અન્ય આવશ્યક પરિબળ છે જે મુલાકાતીઓને આકર્ષે છે. આ શહેર અસંખ્ય મોઢામાં પાણી લાવે તેવી સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરવા માટે જાણીતું છે. આ ઉપરાંત, શહેરની સંસ્કૃતિ ખૂબ જ ગાઢ અને સમૃદ્ધ છે, જે પ્રવાસીઓને મનોરંજન કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આ શહેરમાં સ્વામિનારાયણ મંદિર સહિત અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ શહેર પ્રાચીન અથવા ઐતિહાસિક સ્પર્શ સાથે આકર્ષક સંગ્રહાલયો અને મોહક બજારોથી પણ ભરેલું છે.

નાની પોળમાંથી મોટુ મહાનગર બન્યુ. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ છે. આ શહેરની સ્થાપના બાદશાહ અહમદ શાહે કરી હતી. ગુજરાત રાજ્યનું સૌથી મોટુ સીટી છે. ગાંધીનગર પહેલા અમદાવાદ જ ગુજરાતનું પાટનગર હતું. સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરનો વિસ્તાર આજે ઘણો બધો લાંબો થઈ ગયો છે. આ પહેલા નાની પોળમાં જ અમદાવાદ શહેર સીમિત હતું તે હવે છેવાડાના વિસ્તારો ભળતા ગયા અને આજે મોટુ મહાનગર બની ગયુ છે. અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી હતી જે અત્યારે મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાના સમન્વયનું શહેર. અહેમદશાહ નામના બાદશાહના નામ પરથી બનેલા અમદાવાદ શહેરનો (Amdavad city) આજે 613મો જન્મદિવસ છે. ભવ્ય હેરિટેજ તેમજ હજારો હેરિટેજ કક્ષાનાં મકાનો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 કરતા પણ વધારે પોળ-શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે.

ઈ.સ 1411માં અહમદશાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. પ્રાચીન મંદિરો, જુની ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં ઘણું પરિવર્તન થયું છે. અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં પહેલાનું અમદાવાદ જોવા મળે છે.

આપણાં કામની ખબર મેળવા હમળા જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

એક સમયે 8 દરવાજાના શહેર તરીકે જાણીતું, કોટ વિસ્તાર ફરતે દીવાલો વડે ઘેરાયેલું અમદાવાદ શહેર આજે તેના 611મા સ્થાપના દિને ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે શહેરમાં ફ્લાય ઓવર્સની સંખ્યા જોઈએ તો તે એક સમયે શહેરના જેટલાં દરવાજા હતા તેના કરતાં 10 ગણાથી પણ વધારે છે. હાલ અમદાવાદ શહેરમાં 79 જેટલા ફ્લાય ઓવર્સ અસ્તિત્વમાં છે અને 10 જેટલા ફ્લાય ઓવર્સનું નિર્માણ કાર્ય ચાલું છે. તે સિવાય વધુ 13 ફ્લાયઓવરના પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે અને વધુ 10 ફ્લાયઓવર વિચારણા અંતર્ગત છે. આ ઉપરાંત દીવાલોથી ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશની બહાર પણ શહેરનો વિસ્તાર થયો છે.

અમદાવાદના (Amdavad city) સરખેજ-ગાંધીનગર હાઈવે પરના 6 ફ્લાયઓવર્સની ગણતરી કરવામાં આવે તો ફ્લાય ઓવર્સની ટોટલ સંખ્યા 126 થઈ જશે. શહેરમાં સાબરમતી નદી પર 10 પુલ આવેલા છે અને એક બેરેજ કમ બ્રિજના ટેન્ડર માટેની કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર 22 ફ્લાય ઓવર્સ આવેલા છે જ્યારે 3નું કામકાજ ચાલુ છે. આ સાથે જ આ રેલવે લાઈનના નીચેથી 18 જેટલા અંડરપાસ નીકળે છે અને 4 નવી સાઈટ પરનું કામ ચાલુ છે. અમદાવાદે BRTSની સફળતા બાદ મેટ્રો ટ્રેન સફળતા પૂર્વક શરુ કરીને આધુનિક્તા સાથે કદમ માંડ્યા છે.

વર્તમાનમાં રાયસણ, સનાથલ, મહંમદપુરા ક્રોસરોડ, શાંતિપુરા જંક્શન, સાયન્સ સિટી ખાતેના ફ્લાયઓવર તથા વસ્ત્રાલ ખાતેના રાહદારીઓ માટેના પેડેસ્ટેરીયન બ્રિજનું કામકાજ ચાલુ છે. તે સિવાય ઘુમા રેલવે લાઈન ઉપર એક ફ્લાઈઓવર બાંધવા માટે પ્રપોઝલ મુકવામાં આવેલી છે. 1411થી અમદાવાદનો વિકાસ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. અહમદશાહે વિકસાવેલા અમદાવાદનો વિકાસ આજ સુધી અટક્યો નથી, એક સમયે કાપડ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવેલા અમદાવાદ આજે ઘણા ક્ષેત્રોમાં નામના ધરાવે છે.

અમદાવાદની મધ્યમાં આવેલા રિવરફ્રન્ટ અમદાવાદની શાનને વધારી રહ્યું છે. આ સિવાય અવનવી આધુનિક સુવિધાઓ પણ અમદાવાદ શહેરને અન્ય શહેરોની હરોળથી અલગ કરે છે. અમદાવાદ જેટલું આધુનિક અને વિકસિત છે, તેનો ઈતિહાસ પણ એટલો જ મોટો છે. અમદાવાદ ઇતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે સ્થાપેલા સાબરમતી આશ્રમથી દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.

ધૂળિયા નગરીમાંથી ગુજરાતનો ધબકાર બનેલા અમદાવાદ શહેરના નગરજનોના સપનાઓનું ફલક બન્યું છે. અમદાવાદે પૂર હોનારત, રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ જોઈ છે, પણ આ ઘટનાઓમાંથી બેઠું થયેલું શહેર હંમેશા દેશની કોઈ પણ ઘટનાની પડખે ઉભું છે. અમદાવાદમાં દાદા હરિની વાવ, અમૃતવર્ષીની વાવ, અડાલજની વાવ, જેઠાભાઇની વાવ અને માતા ભવાનીની વાવ પણ આવેલી છે, અને આ ઉપરાંત સીદી-સૈયદની જાળી એ સીદી-સૈયદની મસ્જિદની એક દિવાલ પર લાલ દરવાજા પાસે આવેલી છે. આ જાળીની ખાસિયત એ છે કે, આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનાવેલી છે. IIM અમદાવાદના પ્રતિકમાં પણ સીદી-સૈયદની જાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના (Amdavad city) માણેકચોકમાં રાણીનો હજીરો આવેલો છે, જે મુગલની બીબીનો મકબરો અથવા બાદશાહની રાણીઓની તરીકે જાણીતો છે. હાલ રાણીના હજીરા મહિલાઓ માટેના વસ્તુઓ તથા મુખવાસ માટેનું બજાર ભરાય છે. માણેકચોકમાં અમદાવાદનું મોટું માર્કેટ હતું. સવારથી અહીં શાકમાર્કેટ ભરાય બપોરે સોનું ચાંદી અને આંગળીયા માર્કેટ સાડી અને રાત્રે ખાણી-પીણીનો બજાર ભરાય માણેકચોક ખાણીપીણી બજાર ખૂબ જ પ્રસિદ્ધ છે. લખાય એટલું ઓછું એવા મારા પ્રિય અમદાવાદને તેના સ્થાપનાદિને વંદન સહ અભિનંદન !

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *