gadhvi

Bitcoin and Crypto Currencies: ડો.વિજયકુમાર ગઢવી દ્વારા બીટકોઈન અને ક્રિપ્ટો કરન્સી વિષય પર બુક પબ્લિશ

Bitcoin and Crypto Currencies: ડો વિજયકુમાર ગઢવી દ્વારા અત્યાર સુધીમાં 18 થી વધુ ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર પબ્લિશ કરવામાં આવેલ છે

અમદાવાદ, 15 ઓગસ્ટ: Bitcoin and Crypto Currencies: શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ ગાંધીનગર સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ના ડીન અને એસોસિયેટ પ્રોફેસર ડો.વિજયકુમાર ગઢવી દ્વારા બીટકોઈન અને ક્રિપ્ટો કરન્સી વિષય પર બુક પબ્લિશ કરવામાં આવી છે પ્રોફેસર ગઢવી છેલ્લા 18 વર્ષથી ટેકનીકલ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે તેમજ નામાંકિક સંસ્થાઓ અને કંપનીઓ સાથે મળી અને રિસર્ચ નો બહોળો અનુભવ ધરાવે છે.

આ સાથે આજના આધુનિક યુગમાં જ્યારે આપણે એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ તે જોતા બીટ કોઈન અને ક્રિપ્ટો કરન્સી જેવા વિષય પર ડો.ગઢવી દ્વારા કરવામાં આવેલ રિસર્ચ દ્વારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન તેમજ પ્રેરણા મળી રહેશે આ સાથે દેશ કી આવાજ ટીમ દ્વારા ડો વિજયકુમાર ગઢવીને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવે છે.

ડો વિજયકુમાર ગઢવી દ્વારા અત્યાર સુધીમાં 18 થી વધુ ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર પબ્લિશ કરવામાં આવેલ છે જેમાં સાયબર સિક્યુરિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર ફોરેન્સિક ક્લાઉડ કોમ્પ્યુટર મશીન લર્નિંગ એડવાન્સ સોફ્ટવેર એન્જિનિયરિંગ ડેટા સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થાય છે એ સાથે વધુમાં પ્રોફેસર ગઢવી દ્વારા ચારથી વધુ પેટન્ટ રજીસ્ટર કરવામાં આવેલ છે જેને ભારત સરકારના પેટર્ન વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવેલ છે.

આવનાર ટેકનોલોજીના યુગમાં જ્યારે આપણે વિશ્વ સાથે હરીફાઈ કરી રહ્યા હોય ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશને વિશ્વ ગુરુ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રકારની રિસર્ચ અને ટેકનોલોજીના નિષ્ણાતો નું માર્ગદર્શન યુવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે

આ પણ વાંચો:MoU with Swaminarayan University and quick heal: સ્વામિનારાયણ યુનિવર્સિટી અને  કવીક હિલ એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા – Desh ki Aawaz

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *