MoU with Swaminarayan University and quick hea

MoU with Swaminarayan University and quick heal: સ્વામિનારાયણ યુનિવર્સિટી અને  કવીક હિલ એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા

MoU with Swaminarayan University and quick heal: સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે એડવાન્સ સાયબર સિક્યુરીટી સેન્ટર ઓફ એક્ષ્સિલન્સ

અમદાવાદ, 13 ઓગસ્ટ: MoU with Swaminarayan University and quick heal: શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ કલોલ સંચાલિત  સ્વામિનારાયણ યુનિવર્સિટી અને  કવીક હિલ એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ક્વીક હિલ ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ ડો. કૈલાશ કાટકર ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના તકનીકી શાખા ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત  કર્યા હતા અને જણાવ્યું હતું કે આવનાર સમય માં ખુબ જ મોટા પાયે સાયબર નિષ્ણાતો ની જરૂરીયાત ઉભી થનાર છે જેની તૈયારી નાં ભાગ રૂપે સ્વામીનારાયણ યુનિવર્સિટી નાં વિદ્યાર્થીઓ ને ખુબ જ સારી તક મળી રહે એ માટે કવીક હિલ કંપની દ્વારા વિશેષ યોગદાન આપવાની તૈયારી દર્શાવી હતી .

આ એમઓયુ અંતર્ગત સ્વામિનારાયણ યુનિવર્સિટી અને ક્વિક હેલ કંપનીના તજજ્ઞો દ્વારા સાઇબર સિક્યુરિટી અને એડવાન્સ ટેકનોલોજી ને લગતા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવા બાબતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં આ એમઓયુ દ્વારા સંસ્થામાં વિશેષ એડવાન્સ ટેકનોલોજી થી સુસજ્જ સાઇબર સિક્યુરિટી સ્પેસ એટલે કે સેન્ટર ઓફ એક્ષ્સિલન્સ બનાવવામાં આવશે અને ક્વીક હિલ ના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેકનીકલ મોડ્યુલ ની તાલીમ આપવામાં આવશે . જેમાં વિદ્યાર્થીઓ સાયબર ફોરેન્સિક, સાઈબર સિક્યુરિટી, સાઇબર ક્રાઇમ અને મશીન લર્નિંગ , ડેટા સાયન્સ જેવા એડવાન્સ વિષયો પર નિપુણ થઈ અને ઉચ્ચ કારકિર્દી મેળવે એ પ્રકારે કરાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે  સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી તેમજ વાઈસ પ્રેસિડન્ટ ભક્તવત્સલદાસ  સ્વામી અને ભક્તિનંદનદાસ સ્વામી એ આ પ્રયાસ ને બિરદાવ્યો હતો .

આ પણ વાંચો:-No one is perfect; કોઇ સંપૂર્ણ નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો