BJP

BJP Patrika Vivad: હવે સાબરકાંઠા ભાજપમાં પત્રિકા વિવાદ, વી.ડી. ઝાલા માફી માંગી- રાજીનામું આપે તેવી માંગ

BJP Patrika Vivad: આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન

whatsapp banner

ગાંધીનગર, 05 એપ્રિલઃ BJP Patrika Vivad:પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે.

કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો.જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે.આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે.

આ પણ વાંચો:- B.Sc.Exam Paper: ફરી છબરડો! B.Sc.ની પરીક્ષામાં આજનું પેપર આગલા દિવસે વિદ્યાર્થીઓને આપી દેવાયું- વાંચો વિગત

પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે. મહત્વનું છે કે આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.

મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે.સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇરહ્યું છે..

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો