Dwarka

Dwarka islands: દ્વારકાના 21 ટાપુ અવર-જવર પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ- જાણો શું છે કારણ?

Dwarka islands: 3 જૂન સુધી લોકોને અવર-જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે

whatsapp banner

દ્વારકા, 05 એપ્રિલઃ Dwarka islands: દરિયાના રસ્તે થતી દેશ-વિરોધી પ્રવૃત્તિ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન સુધી લોકોને અવર-જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો:- B.Sc.Exam Paper: ફરી છબરડો! B.Sc.ની પરીક્ષામાં આજનું પેપર આગલા દિવસે વિદ્યાર્થીઓને આપી દેવાયું- વાંચો વિગત

દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે જેમાં ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. દેશની સુરક્ષાની દ્વષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે.

નોંધનીય છે કે આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ છે. અત્રે જણાવીએ કે થોડા સમય અગાઉ જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન પણ હાથ ધરાયું હતું. ત્યારે હાલ તારીખ 03 જૂન 2024 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા સઘન કરી છે.

dwarka island
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો