exam for job

B.Sc.Exam Paper: ફરી છબરડો! B.Sc.ની પરીક્ષામાં આજનું પેપર આગલા દિવસે વિદ્યાર્થીઓને આપી દેવાયું- વાંચો વિગત

B.Sc.Exam Paper: યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા અને યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી.

whatsapp banner

અમદાવાદ, 05 એપ્રિલઃ B.Sc.Exam Paper:ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે.. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઇ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતુ.

યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું. અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું હતું…આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાકનો વધારો આપવામાં આવ્યો હતો..

આ પણ વાંચો:-Unseasonal Rain Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આ જિલ્લાઓ પડશે કમોસમી વરસાદ

યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા અને યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી.

જે પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી તે પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીના આ છબરડાને કારણે 12.30 વાગ્યે શરૂ થઇ હતી…અને પોતાની ભૂલ ઢાંકવા માટે વિદ્યાર્થીઓને તાત્કાલીક ધોરણે હાથથી લખાયેલા પેપર આપવામાં આવ્યા હતા.. આમ દોઢ કલાક પરીક્ષા મોડી શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓને દોઢ કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો..

આ ગંભીર છબરડાને લઇને એન.એસ.યૂ.આઇ દ્વારા માંગ કરવામાં આવી છે કે વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક ત્રણેયને આ ગંભીર ક્ષતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે અને તેમને તેમના પદ પરથી દુર કરવામાં આવે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો