child kidnapping

child kidnapping: નવજાત બાળકીનું સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ, શંકાસ્પદ મહિલાની શોધ ચાલુ

child kidnapping: સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃchild kidnapping: અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડ માંથી બાળકીનું અપહરણ થયુ છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rakesh joshi as superintendent of civil hospital: બી. જે મેડિકલ ઉપરાંત રાકેશ જોષીને અન્ય જવાબદારી સોંપવામાં આવી- વાંચો વિગત

મળેલી માહિતી મુજબ, અમદાવાદમાં એક દિવસની નવજાત બાળકીનું અપહરણ છે. સોલા સિવિલ હોસ્પિટલ માં ગઈકાલે સરસ્વતી પાસી નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને સંતાનમાં બે દીકરી છે, જેના બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં જ તેનુ અપહરણ (child kidnapping) કરાયું છે. સોલા સિવિલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરાયું છે. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

શંકાસ્પદ મહિલા છે, હાથમાં કંઈક લઈ ને જાય છે, બાળકી એના હાથમાં હોઈ તેવી શક્યતા છે, મહિલા વિષે કાંઈ પણ માહિતી હોઈ તો જાણ કરવા વિનંતી (આપ નું નામ ગુપ્ત રાખવામાં આવશે)

PSI Rana – 98245 87195
ASI Amit – 99989 91328
PC Bhartiben – 91066 15071

Whatsapp Join Banner Guj