Rakesh joshi as superintendent of civil hospital

Rakesh joshi as superintendent of civil hospital: બી. જે મેડિકલ ઉપરાંત રાકેશ જોષીને અન્ય જવાબદારી સોંપવામાં આવી- વાંચો વિગત

Rakesh joshi as superintendent of civil hospital: સરકારે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર જે.પી. મોદીનું રાજીનામું સ્વીકારી લીધું હતું

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃRakesh joshi as superintendent of civil hospital:  અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોષીની પસંદગી કરવામાં આવી છે. ડોક્ટર રાકેશ જોષી પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા હોવાની સાથે સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજારી રહ્યા હતા. મહત્વનું છે કે સરકારે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર જે.પી. મોદીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમની ખાલી પડેલી જગ્યા પર હવે ડોક્ટર રાકેશ જોષીને જવાબદારી સોંપવામાં આવી છે.

deb94b7f 7d9f 4cfc 8ae7 5b5bea84a363

કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે હોસ્પિટલની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા હતા. ત્યારે સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલા જેપી મોદી પર પણ સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ જેવી મોદીએ પોતાનું રાજીનામુ સરકારને મોકલી આપ્યું હતું. બુધવારે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને તહેવારોની સીઝનમાં ભેટ આપવાની તૈયારી કરી રહી છે સરકાર! મળશે આ લાભ

ઉલ્લેખનીય છે કે, એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી વધુ ત્રણ ડોક્ટરોએ પણ પોતાના રાજીનામા આપ્યા છે. જેનો પણ સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. બી.જે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રણય શાહનું રાજીનામું આરોગ્ય વિભાગે સ્વીકારી લીધુ છે. તો હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર બિપિન અમીન તેમજ એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર શૈલેષ શાહનું પણ રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું છે. 

Whatsapp Join Banner Guj