Dr Mehul Parmar

Corona warrior: સાજો થતો દરેક દર્દી મારા માટે ગોલ્ડ મેડલ બરાબર છે – ડો. મેહુલ પરમાર

Corona warrior: પત્ની કોરોના પોઝિટિવ આવતા પારિવારિક જવાબારીઓની સાથે સમરસ ડેડીકેટેડ હોસ્પિટલની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા ડો. મેહુલ પરમાર

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ,૨૭ એપ્રિલ : Corona warrior: હાલની કોરોનની લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ વધારે હોઈ અમારી જવાબદારી ખુબ જ વધી ગઈ હોવાનું સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડો. મેહુલ પરમાર જણાવે છે. છેલ્લા બે માસથી આ હોસ્પિટલ ખાતે ડો. મેહુલ પરમાર અને ડો. કેતન પીપળીયાના માર્ગદર્શન હેઠળ ૨૨૦૦ થી વધુ ગંભીર દર્દીઓ સમરસ ખાતે દાખલ થઈ સારવાર લઈ ચૂકયા છે.

Whatsapp Join Banner Guj

આવા સમયે (Corona warrior) ડો. પરમારના પત્ની ડો. હર્ષા સોલંકી કે જેઓ પી.ડી.યુ મેડિકલ કોલેજમાં પી.એસ.એમ. ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસર છે, અને સિવિલમાં કોવીડ હોસ્પિટલ ખાતે ડ્યુટી બજાવી રહ્યા હતાં તેઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોઈ ડ્યુટીની સાથો-સાથ તેમના પત્ની ડો. હર્ષાનું સારી રીતે ધ્યાન રાખી શકાય તે માટે તેમને હાલ સમરસમાં દાખલ કરાયનું ડો. પરમાર જણાવે છે.

હોસ્પિટલની જવાબદારીની સાથે પરિવારમાં પત્ની પોઝિટિવ, ૭૫ વર્ષના તેમના પપ્પાને હાઇપર ટેન્સન અને ફેફસાની તકલીફ, ૬૫ વર્ષના માતાને ડાયાબિટીસની તકલીફ હોઈ તેમની સારસંભાળ અને ૧૦ વર્ષના પુત્રની જવાબદારી હાલ ડો. મેહુલ નિભાવી રહ્યા છે.

ADVT Dental Titanium

મૂળ તો સિવિલમાં ગાયનેક વિભાગમાં (Corona warrior) ફરજનિષ્ઠ એવા ડો. પરમારને કોરોનાની પ્રથમ લહેર વખતે પણ સમરસમાં કોવીડ કેરમાં નિયુક્ત કરાયા હતાં. હવે બીજી લહેર વખતે પણ તેઓ સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં ‘‘દર્દી નારાયણ ભવોઃ’’ ના સૂત્ર સાથે સમગ્ર દેશને પરિવાર ગણી સેવામાં જીવ રેડી તેમની ફરજ બજાવી રહ્યા છે. દર્દી જયારે સાજા થઈ તેમની આંખોમાં જે હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળે છે, તેને જ ગોલ્ડ મેડલ ગણી અનેક મેડલ્સથી સન્માનિત થયાની લાગણી ડો. મેહુલ અનુભવે છે, અને હાલની પરિસ્થિતમાં ઈશ્વરે જ તેમને આ ભૂમિકા ભજવવા મોકલ્યો હશે તેમ માનીને તેઓ મનોમન ઈશ્વરનો આભાર માને છે.

અત્યારના સમયમાં ડોક્ટર દર્દીઓની જીવન નૈયાને પાર કરવા તેમનું સમગ્ર અસ્તિત્વ લગાવી રહ્યા છે, ત્યારે આપણને ડોક્ટરમાં ઈશ્વરની અનુભૂતિ થવામાં કોઈ શંકા નથી.

આ પણ વાંચો…Chartered Accountant Group: વડોદરાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપ ચરિતાર્થ કરી રહ્યું છે અન્ન સેવા દ્વારા પ્રભુ સેવાનો મંત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *