student class

Summer Vacation: શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્ર

Summer Vacation: શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.

whatsapp banner

ગાંધીનગર, 30 એપ્રિલઃ Summer Vacation: ગુજરાતમાં મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ વેકેશન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે.

શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યભરની શાળાઓમાં 9 મે 2024થી 12 જૂન 2024 સુધી ઉનાળુ વેકેશન રહેશે. એટલે કે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે. ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.

આ પણ વાંચો:- Covid Vaccine Side Effects: કોરોના રસી લેનારાને આવી શકે છે હાર્ટ એટેક, વેક્સિન બનાવનારી કંપનીએ કોર્ટમાં સ્વિકાર કર્યો

શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે 35 દિવસનું ઉનાળુ વેકેશન 12 જૂને પૂર્ણ થશે. ત્યારબાદ 13 જૂનથી રાજ્યભરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. નોંધનીય છે કે રાજ્યભરમાં શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશન આપવામાં આવે છે. ઉનાળુ વેકેશન મુખ્ય પરીક્ષા બાદ આવે છે. ત્યારબાદ દરેક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો