sun heat

Gujarat Heatwave Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જાણો ક્યા આપવામાં આવ્યુ યલો એલર્ટ?

Gujarat Heatwave: અમદાવાદ-ગાંધીનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે

whatsapp banner

અમદાવાદ, 30 એપ્રિલઃ Gujarat Heatwave: દેશમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે તો સ્થિતિ એવી છે કે, ઠંડા પ્રદેશો પણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. તો પછી ગુજરાત જેવા સૂકા પ્રદેશનુ શું કહેવું. હવેના દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે.

આ પણ વાંચો:- Eating ice-Cream Tips: શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાવાના કેટલા સમય પછી પીવુ જોઈએ પાણી?

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાંઆવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ પણ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે છે.

એપ્રિલ મહિનામાં દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવાર સૌથી ગરમ દિવસ રહ્યો. 1921 બાદ પહેલીવાર આટલી ભીષણ ગરમી અનુભવાઈ હતી. આકરો તાપ અને લૂથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના હિલ સ્ટેશનમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અનેક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે. મે મહિનામાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો