aaropi pic

Gujarat ATS Operation: ગુજરાત ATS ગેરકાયદેસર 25 પિસ્તોલ અને 90 રાઉંડ સાથે 6 આરોપીઓ ને ઝડપી લીધી

whatsapp banner

અમદાવાદ, 26 એપ્રિલ: Gujarat ATS Operation: એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું.

દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાય નાઓને બાતમી મળેલ કે, મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખી 25 એપ્રિલના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવનાર છે.

આ પણ વાંચો:- Benefits of stale mouth water:સવારે વાસી મોંઢે પાણી પીવાના છે અનેક ફાયદા- જાણો કેટલા ગ્લાસ પીવુ જોઇએ પાણી?

જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના પો.સ.ઈ. વી. આર. જાડેજા તથા વી.એન.ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા. જે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડતી કરતા શિવમ 9 શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-૦૫ તથા પિસ્ટલના કારતૂસ નંગ-૨૦ મળી આવેલ. ત્યારબાદ તેઓના વિરૂધ્ધ્માં એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરી.

પકડાયેલ આરપીઓના પૂરા નામ સરનામા નીચે મુજબ છે…

aaropi list
aaropi 3

આ આરીપીઓ વિરુદ્ધ ગુજરાત એ ટી એસ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે હથિયારો સપ્લેન ધંધામાં અન્ય કઈ- કઇ વ્યક્તિઓ સામેલ છે એ અંગે વધુ તપાસ પુલિસ કરી રહી છે.

તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇંદ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રિજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડ્યા હોવાની વિગતો ઉજાગર થયેલ.

જે બાદ પો.સ.ઈ. વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પો.સ.ઈ. આર. આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી વધુ ૨૦ પિસ્ટલો તથા ૭૦ રાઉન્ડનો જથ્થા સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરેલ.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *