Corona with H1N1 Case in Gujarat

Covid Vaccine Side Effects: કોરોના રસી લેનારાને આવી શકે છે હાર્ટ એટેક, વેક્સિન બનાવનારી કંપનીએ કોર્ટમાં સ્વિકાર કર્યો

Covid Vaccine Side Effects: કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 30 એપ્રિલઃ Covid Vaccine Side Effects: કોરોના મહામારી દરમિયાન લોકોને બિમારીથી બચવા માતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસી લગાવવામાં આવી હતી. ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદન અદાર પૂનાવાલાના સીરમ ઇંસ્ટિટ્યૂટે કર્યું હતું. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરના કરોડો લોકો લગાવી હતી. મહામારીના લગભગ 4 વર્ષ બાદ એસ્ટ્રાજેનેકાએ સ્વિકાર્યું કે તેમની કોવિડ વેક્સીન લોકોમાં દુર્લભ દુષ્પ્રભાવ પેદા કરી શકે છે

એક કાયદાકીય કેસમાં એસ્ટ્રાજેનેકાએ સ્વિકાર્યું કે તેના લીધે કોરોના વેક્સીન જેને દુનિયાભરમાં કોવિશીલ્ડ અને વેક્સજેવરિયા બ્રાંડ નામથી વેચવામાં આવી હતી, તે લોકોના લોહીના ગઠ્ઠા જામવા સહિત ઘણા દુષ્પ્રભાવ પેદા કરી શકે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો, તે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે છે. કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

આ રીતે થયો ખુલાસો
બ્રિટનમાં જેમી સ્ટોક નામના એક વ્યક્તિએ એસ્ટ્રાજેનેકા કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. તેમનું કહેવું છે કે એસ્ટ્રાજેનેકા વેક્સીનની વેક્સીન લગાવ્યા બાદ તે બ્રેન ડેમેજનો શિકાર થયા હતા. તેમની માફક જ ઘણા અન્ય પરિવારોને પણ વેક્સીનની સાઇડ ઇફેક્ટને લઇને કોર્ટમાં કંપ્લેટ્ન ફાઇલ કરી છે. તેમનું કહેવું છે કે આ રસી લગાવવા માટે તેઓ ઘણા પ્રકારની શારીરિક વિકૃતિઓનો સામનો કરી રહ્યા છે, જેના વિશે પહેલા કહેવામાં આવ્યું ન હતું. આ પરિવારો હવે રસી અંગે તેમને પડતી સમસ્યાઓ માટે વળતરની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:- Gujarat Heatwave Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જાણો ક્યા આપવામાં આવ્યુ યલો એલર્ટ?

યુકે હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતી વખતે કંપનીએ સ્વીકાર્યું કે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં તેમની રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. જેના કારણે લોકોને હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. આ કબૂલાત છતાં કંપની વળતરની લોકોની માંગનો વિરોધ કરી રહી છે.

કંપનીનું કહેવું છે કે આટલા મોટા પાયા પર રસીકરણ પછી કેટલાક લોકોમાં આ સમસ્યા આવી શકે છે. AstraZeneca-Oxford રસી સલામતીની ચિંતાઓને કારણે યુકેમાં હવે આપવામાં આવતી નથી. હાલ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો