Monthly tv channel plan

Monthly tv channel plan: ટીવીમાં જે ચેનલ નથી જોતા તે ચેનલો હટાવી દર મહિને આ રીતે બચાવો પૈસા- વાંચો વિગત

Monthly tv channel plan: યુઝર્સ લગભગ 15 સર્વિસ પ્રોવાઈડર્સે ચેનલ પેકને મોડિફાઈ કરી શકે છે અને પેમેન્ટ કરતા પહેલા પૈસાનું એનાલિસીસ પણ કરી શકે છે

કામની ખબર, 09 જુલાઇઃ Monthly tv channel plan: ટેલીકૉમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયા(ટ્રાઈ)એ 25 જૂનના રોજ પોતાનું એક ચેનલ સેલેક્ટર વેબ પોર્ટલને લોન્ચ કર્યુ હતું. તો વળી 2018માં ટ્રાઈએ પોતાની ચેનલ સેલેક્ટ એપ લોન્ચ કર્યુ હતું. આ સુવિધા યુઝર્સને ત્યારે આપવામાં આવી હતી, જ્યારે આ વાતની જાહેરાત કરવામાં આવી કે, યુઝર્સને ફક્ત હવે એ ચેનલ્સના પૈસા જ આપવાના રહેશે, જેનો તે ઉપયોગ કરે છે. તો વળી કેટલાય યુઝર્સ પાસે સ્માર્ટફોન હોતો નથી, તો આપ તેને આ એપનો ઉપયોગ કરી શકશો નહીં.

આવા સમયે ટ્રાઈએ ચેનલ સિલેક્ટર વેબ પોર્ટલ લોન્ચ(Monthly tv channel plan) કરીને યુઝર્સને સારી એવી સગવડ આપી છે. અહીં યુઝર્સ લગભગ 15 સર્વિસ પ્રોવાઈડર્સે ચેનલ પેકને મોડિફાઈ કરી શકે છે અને પેમેન્ટ કરતા પહેલા પૈસાનું એનાલિસીસ પણ કરી શકે છે. તો આવો જાણીએ ચેનલ સિલેક્ટર વેબ પોર્ટલ કરી રીતે કામ કરે છે.

આ રીતે કરો વેબ પોર્ટલનો ઉપયોગ

  • જો આપ પણ પોતાની ચેનલને મોડિફાઈ કરવા માગો છો, આપને CSAP Web Portal પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ રાઈટ સાઈડમાં આપને સબ્સક્રાઈબર લોગઈનનું ઓપ્શન મળશે.
  • નીચે આપને 15 ડીટીએચ કંપનીના ઓપ્શન મળશે. આપને ત્યાં આપની ડીટીએચ કંપની સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ આપની સામે એક પેજ ઓપન થશે, જેમાં ત્રણ ઓપ્શન આપેલા હશે.
  • પહેલુ ઓપ્શન રજીસ્ટર્ડ ફોન નંબર હશે. બીજા ઓપ્શનમાં આપની સબ્સક્રાઈબર આઈડી હશે અને ત્રીજામાં સેટ ટોપ બોક્સનો નંબર હશે.
  • આપની પાસે આ ત્રણમાંથી કોઈ પણ જાણકારી હોય તો તેને સિલેક્ટ કરીને ભરી શકો.
  • બાદમાં આપના ફોનમાં એક OTP આવશે. જેને ત્યાં નાખો.
  • બાદમાં આપની સામે એક નવુ પેજ ખુલશે. તેમાં એ બતાવશે કે આપે કઈ કઈ ચેનલ લીધેલી છે.
  • તેમાંથી આપને જો કોઈ ચેનલ ખરીદવાની અથવા હટાવવી છે, તો આપ એડિટ સબ્સક્રિપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપની સામે લાંબું લિસ્ટ આવી જશે, જેમાં આપની સામે કેટલીય ચેનલ્સ બતાવશે.
  • આપ જે ચેનલ્સને અથવા પેકને હટાવા માગો છો, તેની સામે આપેલા ટિક ઓપ્શનથી હટાવી દો.
  • જો આપ ચેનલ ખરીદવા માગો છો, તેની સામે ટિકમાં સેવ ડ્રાફ્ટ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Proceed ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપને ઓપ્ટીમાઈઝેશન પર ક્લિક કરવાનું છે. બાદમાં આપે OK પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપને પૂછવામાં આવશે કે, શું આપ ફ્રી ચેનલ્સ લેવા માગો છો, તો આપ એ ચેનલ્સને સિલેક્ટ કરવાની છે અને ADD ચેનલ પર ક્લિક કરવાનું છે.
  • બાદમાં આપે Proceed પર ક્લિક કરવાનું છે. બસ આપને થોડી રાહ જોવાની છે અને આપનુ કામ થઈ જશે.
Monthly tv channel plan

આ પણ વાંચોઃ covid-19 vaccination children: બાળકો માટે આ મહિનામાં આવશે ઝાયડસની વેક્સિન- વાંચો સંપૂર્ણ વિગત