MP dilip pandya

રાજસભા ના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા (Dilip Pandya) એ અંબાજી ની આશ્રમશાળા માં આધુનિક રસોડાને ખુલ્લું મૂક્યું

MP Dilip Pandya innograte Ashramshala kitchen at ambaji

રાજસભા ના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા (Dilip Pandya)એ અંબાજી ની આશ્રમશાળા માં આધુનિક રસોડાને ખુલ્લું મૂક્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૧ માર્ચ:
Dilip Pandya: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મહત્તમ આદિવાસી ના સર્વાંગી વિકાસ ને લઈ યથાગ પ્રયાસો કરી કરી છે જો કે સરકાર ની આ નેમ ને લઈ આવા કર્યો માં લોક ભાગીદારી પણ થવા લાગી છે દાંતા તાલુકા ના અંબાજી વિસ્તાર માં છેલ્લા 15 વર્ષ થી મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર દ્વારા આદિવાસી આશ્રમ શાળા ચલાવવા માં આવી રહી છે ને તેમાં 150 જેટલા કુમાર અને કન્યાઓ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરે છે

ADVT Dental Titanium

આ આશ્રમ શાળા માં ચૂલા ઉપર રસોઈ બનાવી બાળકો ને જમાડવામાં આવતા હતી ને આ આશ્રમ શાળા માં લોગ ભાગીદારી થી દાતા તરફ થી દાન મળતા આધુનિક નિર્ધુમ રસોઈ ઘર નું નિર્માણ કરાયું છે જેને રાજસભા ના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા(Dilip Pandya) એ આધુનિક રસોડા ને રીબીન ખોલી દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું અંબાજી પહોંચેલા દિલિપભાઈ પંડ્યા નું આદિવાસી લોકનૃત્ય દ્વારા તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું

Whatsapp Join Banner Guj

આ આદિવાસી આશ્રમ શાળા ખાતે સંસ્થા લિખિત ગુંજન અને ઉજાસ નામ ના બે પુસ્તકો નું વિમોચન પણ કરાયું હતું આજે 21 માર્ચ ને કવિતા દિવસ હોવાથી ઉપસ્થિત રહેલા કવિ લેખકો નું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું દિલિપ પંડ્યા (Dilip Pandya)એ આ આશ્રમ શાળા માં ચાલતી શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી.

આ પણ વાંચો…રાજયમાં હોળી (Holi) પ્રગટાવવાની છૂટ