mobile

Phone Bad Network Issue: શું તમારા ફોનમાં પણ નેટવર્ક ઇશ્યુ છે, ફોનમાં બદલી જુઓ આ સેટિંગ્સ- થઇ જશે પ્રોબ્લેમ સોલ્વ

Phone Bad Network Issue: એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી, જાણો પદ્ધતિ

whatsapp banner

ટેક ડેસ્ક, 03 માર્ચઃ Phone Bad Network Issue: તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ, હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પરંતુ હકીકત તો એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો તમે પણ નેટવર્ક હોવા છતાં ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઇ શકે છે, આવો જાણીએ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી.

નેટવર્ક સેટિંગને બદલવું
જો ઇન્ટરનેટ ધીમું ચાલે છે તો સૌથી પહેલા ફોનના સેટિંગને ચેક કરવું. ફોનના સેટિંગમાં નેટવર્ક સેટિંગમાં જવું અને preferred type of networkને 5G કે Auto સિલેક્ટ કરવું.

આ પણ વાંચો:- 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારી માટે કામના સમાચાર, આ બે ડોક્યુમેન્ટ 30 દિવસમાં લિંક કરવુ ફરજીયાત- વાંચો વિગત

સાચો APN હોવો જરૂરી છે
આ સિવાય નેટવર્ક સેટિંગ્સમાં Access Point Network (APN) સેટિંગને પણ ચેક કરવું કારણ કે સ્પીડ માટે સાચો APN હોવું જરૂરી છે. APN સેટિંગ્સને મેનૂ પર ક્લિક કરી ડિફોલ્ટ તરીકે સેટ કરવું.

સોશિયલ મીડિયા એપ્સનાં સેટિંગને બદલો
આ સિવાય ફોનમાં ઇન્સ્ટોલ કરેલ સોશિયલ મીડિયા એપ્સને પણ ચેક કરવી કારણ કે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સ સ્પીડને ઘટાડે છે અને વધુ ડેટા પણ વાપરે છે. તેથી, એપ્સની સેટિંગ્સમાં જઈને ઓટો પ્લે વીડિયોને બંધ કરવું અને ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં સેટ કરવું.

છેલ્લે રીસેટ
જો આ બધું કર્યા પછી પણ સ્પીડ નથી મળતી તો ફોનના નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરવું અને ડિફોલ્ટ નેટવર્ક સેટિંગ્સમાં સારી સ્પીડ મળે તેવી આશા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *