matali

Benefits of Clay Pot Water: આ ગરમીમાં ફ્રિઝનું નહીં પીવો માટલીનુ પાણી, સ્વાસ્થ્ય માટે છે ખૂબ લાભદાયી- વાંચો ફાયદા

Benefits of Clay Pot Water: માટીના ગુણ પાણીમાં આવી જાય છે, જેનાથી તેનું pH સંતુલિત રહે છે.

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 03 માર્ચઃ Benefits of Clay Pot Water: આજે પણ ઘણા ઘરોમાં માટલાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે માટલાના પાણીમાં એક અલગ સ્વાદ હોય છે અને તેને પીવાથી ઘણા લાભ પણ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, માટીમાં ઘણા એવા તત્વો હોય છે, જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યૂનિટી મજબૂત થાય છે. માટલાનું પાણી પીવાથી તેમને અનેક પ્રકારના લાભ મળી શકે છે.

આ પણ વાંચો:-

Phone Bad Network Issue: શું તમારા ફોનમાં પણ નેટવર્ક ઇશ્યુ છે, ફોનમાં બદલી જુઓ આ સેટિંગ્સ- થઇ જશે પ્રોબ્લેમ સોલ્વ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારી માટે કામના સમાચાર, આ બે ડોક્યુમેન્ટ 30 દિવસમાં લિંક કરવુ ફરજીયાત- વાંચો વિગત

  1. Benefits of Clay Pot Water: માટલામાં પાણી રાખવાથી તેનું PH જળવાઈ રહે છે. માટીના ગુણ પાણીમાં આવી જાય છે, જેનાથી તેનું pH સંતુલિત રહે છે. આ પાણીને પીવાથી તમને એસિડિટી અને પેટના દુખાવા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
  2. આપણે બધાને ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાની ટેવ હોય છે, જે ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. આ પાણી શરીરના ભાગો અને ગળાને ખૂબ ઠંડુ બનાવે છે જેના કારણે શરીર પર ખૂબ વિપરીત અસર પડે છે. ગળાની કોશિકાઓના તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે તમને ગળામાં સોજો, દુખાવો, ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને ઘડાના પાણીથી આવી કોઈ પણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને તે ગળાને સાફ રાખવામાં પણ મદદ કરે છે.
  3. ગર્ભવતી મહિલાઓને હંમેશા ફ્રિજનું પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે માટલાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
  4. જો તમે દરરોજ માટલાનું પાણી પીવો છો, તો તે તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવેલા પાણીને પીવાથી પ્લાસ્ટિકની અશુદ્ધિઓ પાણીમાં ભળી જાય છે અને તે અશુદ્ધ થઈ જાય છે. જેનાથી શરીરમાં વિષક્ત પદાર્થો (Toxins)ની માત્રા વધી જાય છે. માટલાનું પાણી દરરોજ પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન (Testosterone) પણ વધી જાય છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *