Kids mask

Primary School Open: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ છે, તો બીજી તરફ પહેલા પ્રાથમિક સ્કૂલ ખોલવાનો ICMR ઇશારો- વાંચો વિગત

Primary School Open: આઈસીએમઆરના ડાયરેક્ટર ડનરલ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમણે કહ્યું કે બાળકો કોરોના વિરુદ્ધ ખુબ મજબૂત છે અને તે વયસ્કોના મુકાબલે તેનો સામનો વધુ સારી રીતે કરી શકે છે.

નવી દિલ્હી, 20 જુલાઇઃ Primary School Open: દેશમાં બાળકોના ઠપ્પ પડેલા શિક્ષણથી ચિંતિત લોકો હંમેશા સવાલ પૂછે છે કે આખરે શાળા ક્યારે ખુલશે?  સવાલનો જવાબ આપતા આઈસીએમઆરના ડાયરેક્ટર ડનરલ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમણે કહ્યું કે બાળકો કોરોના વિરુદ્ધ ખુબ મજબૂત છે અને તે વયસ્કોના મુકાબલે તેનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, બાળકોનું એન્ટીબોડી એક્સપોઝર એટલું અને એવું છે જેવું વયસ્કોનું છે.

આ પણ વાંચોઃ Raj kundra: આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ રાજ કુંદ્રા, એક પ્રોજેક્ટ માટે આપ્યુ હતુ આટલું પેમેન્ટ- વાંચો વિગતે

તેમણે કહ્યું કે, સ્વીડન જેવા ઘમા સ્કૈડિનેવિયન દેશોએ તો કોરોનાની કોઈપણ લહેર દરમિયાન પ્રાઇમરી શાળા બંધ કરી નથી. તેમણે કહ્યું કે, કિશોરોના મુકાબલે નાના બાળકોમાં ઇમ્યુનિટી વધુ સારી હોય છે. બલરામ ભાર્ગવે કહ્યુ કે દેશમાં શાળાને જ્યારે પણ ખોલવાનો વિચાર કરવામાં આવે તો સૌથી સારૂ રહેશે કે પ્રાથમિક શાળાઓને પહેલા ખોલવામાં આવે. સેકેન્ડરી સ્કૂલોના મુકાબલે પ્રાઇમરી શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવે. પરંતુ તેમણે કહ્યું કે, પ્રાથમિક શાળા ખોલતા પહેલા તે નક્કી કરવું પડશે કે શાળાના સ્ટાફનું વેક્સિનેશન થઈ જાય. ભાર્ગવે કહ્યુ કે, શાળાના બસના ડ્રાઇવર, શિક્ષકો સહિત બધા સ્ટાફને રસી લાગવી જોઈએ. ત્યારે શાળા ખોલવાની મંજૂરી મળવી જોઈએ.

આ પણ વાંચોઃ Mahindra recalls: આ કારણે મહિન્દ્રાએ 600 ડીઝલ ગાડીઓ રિકોલ કરી- વાંચો વિગત

આ સાથે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલે કોરોનાના ખતરાને જોતા સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશમાં હજુ સામાજિક, રાજકીય અને ધાર્મિક આયોજન ન કરવા જોઈએ. તો લોકોને ફરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ. જરૂરી હોવા પર રસીકરણ બાદ યાત્રા કરવી જોઈએ. દેશમાં બધા હેલ્થ કેયર વર્કરોનું રસીકરણ થવું જરૂરી છે. આ સિવાય આપણે વૃદ્ધો, મહિલાઓ વગેરેના વેક્સિનેશનમાં તેજી લાવવી જોઈએ. 

આ પણ વાંચોઃ Supreme court: હોસ્પિટલ પૈસાની કમાણી કરવાનું મશીન બની ગયુ છે, આવી હોસ્પિટલ બંધ કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું..!

સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે. 

Whatsapp Join Banner Guj