d579b9f4 f1d6 4d3c ae2e 585d08f68749

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ

RT-PCR test compulsary

ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધુ સુરતમાં 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162 અને રાજકોટમાં 140 નવા કેસ નોંધાયા છે. આવામાં ગુજરાતની સ્થિતિ વકરી રહી છે. આવામાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે કોરોના આરટીપીસીઆર રિપોર્ટ(RT-PCR test compulsary) ફરજિયાત થઈ શકે છે.

ADVT Dental Titanium

સુરતમા પ્રવેશ કરતા તમામ મહારાષ્ટ્રના લોકો માટે આરટીપીસીઆર રિપોર્ટ(RT-PCR test compulsary) ફરજીયાત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાનના કેસોને ટ્રેક કરવામાં આવ્યા તો જોવા મળ્યું કે, કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ(RT-PCR test compulsary) હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 1,730 નવા કેસ છે. હાલ 8,000થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કુલ 4 દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. તો એક દિવસમાં કુલ 1,255 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.60 ટકા થયો છે. છેલ્લા 31 દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી છે. ગુજરાતમાં હાલ કોરોના વાયરસના 8318 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો કોરોનાના સતત વધતાં જતાં કોરોના સંક્રમણને લીધે તંત્રની ચિંતા વધી છે.   

આ પણ વાંચો…

આ રાશિના જાતકોએ પોતાની આસપાસના નકારાત્મક લોકોથી બચવાની જરુર છે- જુઓ વીડિયો શું કહે છે તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)