raj kundra

Raj kundra released on bail: પોર્નોગ્રાફિક ફિલ્મોના મામલામાં રાજ કુન્દ્રાને જામીન, જેલમાંથી બહાર આવતા આવા હાલ હતા રાજના- જુઓ તસ્વીર

Raj kundra released on bail: કુન્દ્રાને 50000 રૂપિયાના જામીન પર છોડવા માટે અદાલતે ચુકાદો આપ્યો

બોલિવુડ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Raj kundra released on bail: પોર્નોગ્રાફિક  ફિલ્મો બનાવવાના મામલામાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મુંબઈની એક સ્થાનિક કોર્ટે જામીન આપ્યા છે. કુન્દ્રાને 50000 રૂપિયાના જામીન પર છોડવા માટે અદાલતે ચુકાદો આપ્યો હતો અને કુન્દ્રાની જામીન અરજી સ્વીકારી હતી. રાજ કુન્દ્ર આ આદેશ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાથી બહાર આવી ગયા છે.

210 1632208995

કુન્દ્રાને તેમના સહયોગી અને સહ આરોપી રેયાન થોર્પ સાથે 19 જુલાઈએ પકડવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે જામીન આપ્યા હતા.

23 1632208915

રાજ કુંદ્રા છેલ્લે ઓગસ્ટમાં કોર્ટમાં હાજરી આપવા આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. હવે જ્યારે જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગ્રે ટી શર્ટ, ડેનિમ, બ્લેક માસ્ક તથા કપાળ પર લાંબો ચાંદલો કર્યો હતો.

29 1632208986

નોંધનીય છે કે, બે મહિનાથી શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા મુંબઈની ભાયખલ્લા જેલમાં બંધ હતો.

25 1632208939

રાજના વાળ એકદમ અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા અને લાંબી સફેદ દાઢી હતી. જેલમાંથી રાજ કુંદ્રા પોતાની કાર સુધી આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે રાજને તેની કાર સુધી લઈ જવામાં આવ્યો હતો

24 1632208925

કારમાં બેઠા બાદ રાજે રાહતનો દમ લીધો હતો. તેણે પોતાના બંને હાથ માથા પર મૂકીને હાશકારો અનુભવ્યો હતો.

27 1632208968
Whatsapp Join Banner Guj