Rashmika Mandanna photoshoot: ‘પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો વાયરલ તસ્વીરમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર; જુઓ ફોટોઝ

Rashmika Mandanna photoshoot: ફોટામાં તેની સુંદરતા જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જશે. ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે

મનોરંજન ડેસ્ક: ૨૯ જાન્યુઆરીઃ Rashmika Mandanna photoshoot: સાઉથની નેશનલ ક્રશ રશ્મિકા મંડન્નાના દરેક લોકો દિવાના છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેણે ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’માં પોતાનો શાનદાર અભિનય બતાવીને ફેન ફોલોઈંગમાં વધારો કર્યો છે.હવે તેની માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. દરમિયાન, તેણી સિઝલિંગ લુક એ  લોકો ને તેના દીવાના બનાવી દીધા છે.

Rashmika Mandanna photoshoot

વાસ્તવમાં, તેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યા છે. આમાં તે બ્લેક કલરના ડ્રેસમાં શાનદાર લુકમાં જોવા મળી રહી છે અને પોતાની સિઝલિંગ સ્ટાઈલ બતાવી રહી છે.

Rashmika Mandanna photoshoot

આટલું જ નહીં, વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે તે તેની પીઠ અને સ્લીવલેસ ડ્રેસને ફ્લોન્ટ કરી રહી છે. રશ્મિકા આ ​​સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટામાં તેની સુંદરતા જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જશે. ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને નેશનલ ક્રશની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

Rashmika Mandanna photoshoot

રશ્મિકા મંદન્ના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’માં જોવા મળી હતી. આમાં તેની અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. તેમના પર ફિલ્માવાયેલું ગીત ‘સામી સામી’ ખૂબ જ વાયરલ થયું હતું. લોકોએ તેના ઉપર ઘણા રીલ વીડિયો બનાવ્યા અને શેર કર્યા.

Rashmika Mandanna photoshoot
Pic credit: Rashmika Mandanna, Instagram

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા માર્ચથી ‘પુષ્પાઃ ધ રૂલ’નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના બીજા ભાગને લઈને પણ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.આ સિવાય રશ્મિકા ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં જોવા મળશે. પહેલીવાર બંને સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ પણ વાંચો…About Dhandhuka firing case: આરોપી મૌલાના ઐયુબને 7 દિવસની રિમાન્ડ મંજૂર, ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોંપાઈ

Gujarati banner 01