Rajnath singh atam nirbhar edited

ચીન સાથે તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે 28 હજાર કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો ખરીદવા માટેની આપી મંજૂરી

Rajnath singh atam nirbhar

નવી દિલ્હીઃ,18 ડિસેમ્બરઃ કોરોના વાયરસ જેવી મહામારી વિશ્વમાં ફેલાવ્યા બાદ પણ ચીનથી જોખમ છે. તેથી ભારતીય રક્ષા મંત્રાલયે સેનાની ત્રણેય પાંખ માટે 28,000 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવાની ગુરૂવારે મંજૂરી આપી છે. અધિકારીઓએ આ વિશે જણાવ્યું છે. આ ખરીદીને તેવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. 

અધિકારીઓનું કહેવું છે કે, મંજૂર કરવામાં આવેલ મોટાભાગના હથિયારો અને સૈન્ય ઉપકરણોને ઘરેલૂ ઉદ્યોગોથી ખરીદવામાં આવશે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘રક્ષા મંત્રાલય રાજનાથ સિંહના નેતૃત્વમાં રક્ષા ખરીદ પરિષદ એટલે કે Defence Acquisition Council (ડીએસી)એ ઘરેલૂ ઉદ્યોગથી 27,000 કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.’

whatsapp banner 1

અધિકારીઓએ જણાવ્યું કે, રક્ષા મંત્રાલયની ખરીદ પર નિર્ણય લેનારા સર્વોચ્ચ એકમ ડીએસીએ ખરીદના કુલ 7 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું, 28000 કરોડ રૂપિયાના સાત પ્રસ્તાવોમાંથી છ પ્રસ્તાવ 27000 કરોડ રૂપિયાના છે. તે હેઠળ ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગને એઓએન (સ્વીકાર્યતા મંજૂરી) આપવામાં આવશે. ખરીદ પ્રસ્તાવોમાં ડીઆરડીઓ તરફથી તૈયાર વાયુ સેના માટે પૂર્વ ચેતવણી સિસ્ટમ , નૌસેના માટે આગામી પેઢીના પેટ્રોલ જહાજ અને થલ સેના માટે મોડ્યૂલર બ્રિગેડ સામેલ છે. 

આ પણ વાંચો….

Ind vs Aus 1st Test: વિરાટ કોહલીની અડધી સદી, પૃથ્વી શો ઈનિંગના બીજા બોલ પર બોલ્ડ