Ami cm bhupendra

Bhupendra Patel V/S Amiben yagnik: ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે?

Bhupendra Patel V/S Amiben yagnik: ભાજપના ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી જાહેર થાય છે અમીબેન યાજ્ઞિક સામે જંગ જીતવાનો રહેશે

અમદાવાદ , 05 નવેમ્બર: Bhupendra Patel V/S Amiben yagnik: અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ફરીથી એકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપની સેન્સ પ્રક્રિયા વખતે જ તેમની સામે કોઈએ પણ દાવેદારી નહીં કરી હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી હતી.

તેવામાં હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે બહાર પાડવામાં આવેલ 43 ઉમેદવારોની યાદીમા દિગ્ગજ નેતા અને વકીલ અમીબેન યાગ્નિકને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી છે. જેથી આ બેઠક પર સીએમ સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન યાગ્નિક ચુંટણી લડશે. 

આ બેઠક પર ચુંટણી જંગમાં ઊતરેલ અમીબેન યાજ્ઞિક (Bhupendra Patel V/S Amiben yagnik) અંગે વાત કરીએ તો તેઓ વકીલાતના ક્ષેત્રમાં નિષ્ણાંત છે અને ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને ઉચ્ચ કક્ષાની પણ  ડિગ્રી ધરાવે છે.તેઓ ક્લીન છબી ધરાવતા નેતા છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પણ તેઓ છે.

સંગઠનમાં પણ મોટી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પ્રવક્તા પણ છે.સ્થાનિક પ્રશ્નોને લઈને તેઓ એક્ટિવ છે. ત્યારે તેમણે કોંગ્રેસે ચુંટણીના મેદાને જંગમાં ઉતરમાં આવ્યા છે.

આ પણ વાંચોThe face of AAP Chief Minister is Isudan: આપના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન રડ્યા, કહ્યું, પ્રાણ છે ત્યાં સુધી સેવા કરીશ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *