Arjun Modhawadia

Arjun Modhwadia again contested from Porbandar seat: અર્જુન મોઢવાડીયાને ફરી એકવાર પોરબંદર બેઠક પરથી મેદાને જંગમાં ઉતર્યા

Arjun Modhwadia again contested from Porbandar seat: કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને ફરી એકવાર પોરબંદર બેઠક પરથી મેદાને જંગમાં ઉતાર્યા,જાણો 2012 અને 2017માં શું હતા પરિણામો

Arjun Modhwadia again contested from Porbandar seat: આ વખતની ચૂંટણીમાં સમીકરણ બદલાઈ અને અર્જુન મોઢવાડીયા બાજી મારશે તેવું કોંગ્રેસીજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

રિપોર્ટઃ રામ મણિ પાંડેય
રાજકોટ, 05 નવેમ્બર:
Arjun Modhwadia again contested from Porbandar seat: હાલ ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.આ નામોમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને પોરબંદરથી ફરી એક વાર મેદાને ઉતારવામાં આવ્યા છે.તેવામાં પોરબંદર બેઠક પર મોઢવાડીયા ઘણા વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છે.તેમાં તેમને જીત પણ મળી છે અને હારનો સામનો પણ કરવો પડ્યો છે.

2012ની વિધાનસભા ચુટંણી વાત કરીએ તો 

પોરબંદર વિધાસનભા બેઠક (Arjun Modhwadia again contested from Porbandar seat) પર ભાજપે જુના જોગી બાબુ બોખરિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. તો કોંગ્રેસે અર્જુન મોઢવાડીયાને મેદાને જંગમાં ઉતાર્યા હતા.આ બેઠકમાં ભાજપના બાબુ બોખરિયાને 77604 મતો મળ્યા હતા.જયારે અર્જુન મોઢવાડિયાને 60458 મતો મળ્યા હતા.કુલ મતદાનના 53.15 ટકા મત ભાજપના ખાતામાં ગયા હતા જયારે કોંગ્રેસને 41.40 ટકા મત મળ્યા હતા.તેવામાં આ જંગમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

2017ની વિધાનસભાની વાત કરીએ તો 

આ બેઠક પર ફરી એકવાર કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અને ભાજપના બાબુ બોખરિયા સામે જંગ જોવા મળ્યો હતો.જેમાં બસપાના ઉમેદવારએ આનંદભાઈ મારું 4337 મતો મળ્યા હતા જયારે નોટામાં 3433 મતો પડતા કોંગ્રેસને નુકશાન ગયું હતું.કોંગ્રેસને 70575 મતો જયારે ભાજપના બોખરિયાને 72430 મતો મળ્યા હતા.જેથી માત્ર 1855 મતોથી કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાની હાર થઇ હતી.

તેવામાં અર્જુન મોઢવાડીયાના મતોમાં 2017ની ચૂંટણીમાં વધારો થયો હતો.ત્યારે કોંગ્રેસે ફરી એકવાર તેમની પરંપરાગત બેઠક પરથી તેમને મેદાને ઉતાર્યા છે.ત્યારે આ વખતની ચૂંટણીમાં સમીકરણ બદલાઈ અને અર્જુન મોઢવાડીયા બાજી મારશે તેવું કોંગ્રેસીજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો…Bhupendra Patel V/S Amiben yagnik: ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે?

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *