Gujarat Panchayat (Amendment) Bill: હવે પંચાયત સેવા (વર્ગ-૩)ની તમામ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કરશે.

ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-૨૦૨૧

Gujarat Panchayat (Amendment) Bill

રાજયમાં પંચાયત સેવાની વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવાનું ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-૨૦૨૧, (Gujarat Panchayat (Amendment) Bill) માન.પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમારે વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ હતું.

ગાંધીનગર, ૩૧ માર્ચ: Gujarat Panchayat (Amendment) Bill: માન.પંચાયત મંત્રીએ જણાવ્યું કે, આ સુધારા વિધેયકથી પંચાયત સેવા વર્ગ-૩ ની સીધી ભરતીની પ્રક્રિયામાં એકરુપતા આવશે. હાલમાં દરેક જિલ્લા કક્ષાએ આવી ભરતી કરવાની સત્તા સ્થાનિક જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને આપવામાં આવેલ છે. પરંતુ પંચાયત સેવા વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયામાં એકસુત્રતા લાવવા, બેવડાપણું નીવારવા, તેમજ ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, તટસ્થ અને વધુ પારદર્શક બનાવવાના હેતુસર ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૨૨૭ અને કલમ-૨૩૬ માં જરુરી સુધારા વધારા કરીને હવે, પંચાયત સેવા વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ભરતીની સત્તા કલમ-૨૩૫ હેઠળ રચાયેલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવા માટે આ જોગવાઇ આજના ગુજરાત પંચાયત(સુધારા) વિધેયકથી દાખલ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

માન. પંચાયત મંત્રીએ જણાવ્યું કે, અગાઉ આવી ભરતીઓ દરેક જિલ્લામાં જે તે જિલ્લાની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ કરતી હતી.હાલમાં રાજય સરકારના વર્ગ-૩ ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા કેન્દ્રીયકૃત રીતે કરવામાં આવે છે. પંચાયતોમાં આ પ્રક્રિયા જીલ્લા સ્તરેથી અને અલગ રીતે થતી હોવાથી વહીવટી પ્રક્રિયામાં ડુપ્લીકેશન ન થાય, ખર્ચમાં વધારો ન થાય અને ભરતી પ્રક્રિયામાં એકરુપતા જળવાય તે માટે આ સુધારા વિધયેક-૨૦૨૧ લાવવામાં આવ્યુ છે. પંચાયત (સુધારા) વિધેયક-૨૦૨૧ વિધાનસભા ગૃહમાં આજ રોજ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…રાજયની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજો માં પ્રવેશ માટે હવે ૧૫ ટકા બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે: નીતિનભાઈ પટેલ