Gujarat vidhan sabha election 2022: વિધાનસભા ચૂંટણીને લઇ આજે કમલમ ખાતે યોજાશે ભાજપની કારોબારી બેઠક, થશે આ મહત્વની ચર્ચા

Gujarat vidhan sabha election 2022: આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીથી લઈ સરકારમાં ફેરબદલની ચર્ચા કરવામાં આવી શકે છે.

ગાંધીનગર, 28 જૂનઃvidhan sabha election 2022: ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે ભાજપની કારોબારી બેઠક મળશે. આ બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ જોડાશે.

આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી(Gujarat vidhan sabha election 2022)થી લઈ સરકારમાં ફેરબદલની ચર્ચા કરવામાં આવી શકે છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, આ બેઠકમાં હાજર રહેનારા તમામ લોકો વર્ચ્યુઅલી જોડાશે. પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક એટલાં માટે મહત્વની હશે કારણ કે, આગામી વર્ષે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat vidhan sabha election 2022) આવી રહી છે અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવા તમામ પ્રયાસો કરશે. એટલા માટે આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને અનુસંધાને અનેક ઠરાવો પણ પસાર થઈ શકે છે. આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

આ પણ વાંચોઃ Primary school: કોવિડ નિયંત્રણોને લીધે શાળા પ્રવેશોત્સવ યોજી ના શકાયો તો આ રીતે બાળકોને આવકાર આપ્યો!