CM NCC kargil sandesh

NCC kargil aabhar card: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” કાર્ડ્સને ગાંધીનગર થી કારગીલ સરહદે જવાનો ને પહોચાડવા ફ્લેગ ઓફ કરાવ્યું

NCC kargil aabhar card: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” અંતર્ગત દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલ ૨૯ હજારથી વધુ કાર્ડ્સને ગાંધીનગર થી કારગીલ સરહદે જવાનો ને પહોચાડવા ફ્લેગ ઓફ કરાવ્યું

  • NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ શુભેચ્છા કાર્ડ્સ દેશની (NCC kargil aabhar card) રક્ષા કરતા સેનાનીઓ – જવાનો માટે કારગીલ પહોંચાડાશે

ગાંધીનગર, ૧૭ જુલાઈ: NCC kargil aabhar card: મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત ના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ ૨૯ હજારથી વધુ કાર્ડ્સને દેશ ના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને થી ફ્લેગ ઓફ કરાવ્યું હતું

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC કેડેટ્સ દ્વારા દેશ ભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા.

NCC CM Vijay rupani  kargil aabhar card

ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સ દ્વારા કારગીલ ના જવાનોને ગુજરાત નો આભાર અંતર્ગત તૈયાર કરાયેલા આ ૨૯ હજારથી વધુ શુભેચ્છા કાર્ડ્સ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે.

NCC kargil aabhar card

મુખ્યમંત્રીએ આ કાર્ડ લઇ જતા વાહન ને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે સાંસદ ડો. કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી રમણભાઇ વોરા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના એડનિશલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બ્રીગેડીયર હર્ષવર્ધન સિંઘ, ડાયરેક્ટર ગૃપ કેપ્ટન સંજય વૈષ્ણવી સહિત NCCના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Corona Third Wave warning: કોરોનાની ત્રીજી લહેરને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતાવણી, વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી!