PM Modi airport

PM Modi’s three-day visit to Gujarat from 30th oct: પીએમ મોદીનો 30મીથી ગુજરાતમાં ત્રણ દિવસનો પ્રવાસ, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમો

PM Modi’s three-day visit to Gujarat from 30th oct: વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિશાળ જનમેદનીને સંબોધશે. 

રિપોર્ટઃ રામ મણિ પાંડેય
અમદાવાદ , 23 ઓક્ટોબર:
PM Modi’s three-day visit to Gujarat from 30th oct: પીએમ મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે. 30 ઓક્ટોબરથી તેઓ ગુજરાત પ્રવાસે છે. વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિશાળ જનમેદનીને સંબોધશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની છેલ્લી મુલાકાતે છે. 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પીએમ મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધિત કરશે. તેમની મુલાકાત બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે.

PM Modi's three-day visit to Gujarat from 30th oct

30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોંચશે, જ્યાં તેઓ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે એક સમારોહમાં હાજરી આપશે. ત્યાંથી કેવડિયાઓ જશે. 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જ્યાં તેઓ પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં ભાગ લેશે. તેઓ એકતાનગર હેલિપેડ પહોંચશે અને પછી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલીપેડ પહોંચશે.

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ કામો પૂર્ણ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે. 1 નવેમ્બરે સવારે રાજભવન ગાંધીનગરમાં સચિવાલય હેલિપેડ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા માનગઢ હિલ પર જશે.

આ પણ વાંચો..T-20 world cup 2022: टी-20 वर्ल्डकप में हुआ बड़ा उलटफेर, जिम्बाब्वे ने पाकिस्तान को दी शिकस्त…

Gujarati banner 01